“રહી છે વાત અધૂરી શબ્દ, અર્ની વચ્ચે જાણ પડી ગઇ છે ૂરી...” રા આઠ દિવસ ઇતિની આ હાલત ચાલુ રહી. ડોકટરો અને અરૂપ ઇતિની કાળજી લેતા રહ્ય. અંતે દવાઓની અસર થઇ. ધીમે ધીમે ઇતિને થોડું સારું થયું. તાવ તો ઉતરયો પણ નબળાઇ તો હતી જ. તાવના ઘેનમાં તે શું બબડતી હતી તેનો તેને ખ્યલ પણ નહોતો. ફક્ તેના મનને એક અસુખ પીડી રહ્યુ હતું. એટલું જ તે અનુભવી શક્ત હતી. ખુશ રહેવાના, સ્સ્ થવાના કેટલા પ્રયત્ન છતાં પરમ વિષાદની એક છાયા તેની અંદરથી નીકળી શકી નહી. અદીઠ ભયના વાદળો મનમાં સતત ગોરંભાયેલ જ રહ્ય. અરૂપનો કોઇ પ્રેમ, કોઇ સંવાદ તેને હટાવી શક્ય નહીં. રહી રહીને પાછા જવાની તીવ્ર ભાવના મનમાં કેમ જાગતી હતી? અરૂપને બે-ચાર વાર કહી પણ જોયું. ‘અરૂપ, ખબર નહીં કેમ.. પણ મને કોઇ અશુભના ભણકારા કેમ વાગે છે? ચાલને પાછા જઇએ.’ અરૂપ ખડખડાટ હસી પડતો. ‘અરે, એ તો તું થોડી બીમાર પડી ગઇ ને તેથી તારું મન આળુ થઇ ગયું છે. આ આઠ દિવસમાં તારું શરીર કેવું નબળું પડી ગયું છે? તું કેટલી ફિક્ક પડી ગઇ છે? અને આમ પણ બે દિવસ પછીની આપણી ટિકિટ છે જ ને. અહીં કઈ કાયમ થોડું જ રહેવાનું છે? આ બધા મનનાં ઉધામા છે. તારો સ્ભાવ વધુ પડતો લાગણીશીલ છે. તેથી ક્યરેક આવું થાય. તું ચિંતા ન કર પ્લઝ. મારે માટે થઇને અને જલદી જલદી સાજી થઇ જા. મને તારી બહું ચિંતા થાય છે. આમ પણ આપણા કુટુંબમાં આપણે બે જ તો છીએ અને આપણે બંને તો સાથે છીએ. પછી શું? શેની ચિંતા?’ ઇતિના હોઠ સખત ભીડાયા. શબ્દ અંદર જ રહી ગયા કે... ‘ના, અરૂપ, આપણે બે જ નહીં મારી દુનિયામાં ત્રજુ કોઇ પણ છે. તેનો અહેસાસ આજે, આ ક્ષણે મને થઇ રહ્ય છે. એ હું તને કેમ સમજાવું? મને એક અસુખ સતત પીડી રહ્યુ છે. હું એક ભયંકર વેદનાના ઓથારમાંથી પસાર થઇ રહી છું તે તું નથી અનુભવી શકતો? મારી આંખોમાં તું એ નથી વાંચી શકતો? આ પળે મને હૂંફની જરૂર છે. અરૂપ, એ હૂંફ હું તારામાંથી કેમ નથી પામી શકતી? તું મને કેમ સમજી નથી શકતો? કે પછી સમજવા છતાં?’ ઇતિ અંદર ને અંદર વલોવાતી રહી. વરસો પહેલાં જ્યરે અનિકેતથી કોઇ વાત છૂપાવવી હોય ત્યરે તે આંખો બંધ કરી દેતી અને તો પણ અનિ જાણી જ જતો. આજે ખુલ્લ આંખોમાં, તેના અસ્તત્ના એક એક અણુમાં જાગેલ આ ઘેરા વિષાદને અરૂપ જોઇ, જાણી કે અનુભવી નથી શકતો? ઇતિની પરમ વેદનાની આ પળે તે ક્યા સુખની વાતો કરે છે? અલબત્ત આ વેદના શેની છે તે તો પોતાને પણ ક્યા સમજાય છે? પરંતુ કંઇક હતું. ચોક્સ હતું જે પોતે સમજી કે સમજાવી શકતી નહોતી, અરૂપ તેની વાતને ભલે હસવામાં કાઢી નાખે. પણ તેના પ્રાણમાં નિરંતર ઉઠતી આ વ્યકુળતા ફક્ તેના મનનો વહેમ છે એ વાત સાથે પોતે કેમે ય સંમત નથી થઇ શકતી તેનું શું? અંતે દસ યુગ જેવા દસ દિવસ પૂરા થયા. ઇતિની અધીરતા પરાકષ્ઠએ પહોંચી. એક એક પગલામાં પહાડ જેવડો ભાર ઉંચકતી ઇતિનો શિમલાનો દરેક દિવસ એક આખા યુગનો ઓથાર લઇને વીતતો હતો. આખરે પ્રતીક્ષાનો અંત આવ્ય. આજે શિમલાનો છેલ્લ દિવસ હતો. નીકળવાનું તો બપોરે હતું. પરંતુ ઇતિ તો સવારથી જ સામાન પેક કરીને ઘડિયાળ સામે બેસી ગઇ હતી. પણ એમ કંઇ સામે બેસવાથી ઘડિયાળના કાંટા ઇતિથી ડરીને જલદીથી થોડાં ભાગવાના હતાં? ઇતિનું ચિત્ત આજે અરૂપની કોઇ પણ વાતમાં ચોંટે તેમ નહોતું. તેની અધીરતા, વ્યકુળતા સમજી ચૂકેલ અરૂપે તેને બીજી વાતોમાં વાળવાનાં નિષ્ળ પ્રયાસ કરી જોયા. અંતે હારીને, રૂમમાં ટી.વી. ચાલુ કરી તે બેસી ગયો હતો. ઇતિની વ્યકુળતા તેનાથી સહન નહોતી થતી અને હવે ન જાણે કેમ અરૂપના મનમાં પણ એક અજ્ઞા ડર, એક છાનો ભય ઉગ્ય હતો. ક્ય ડર? કેવો ભય? તેની જાણ સમય સિવાય કદાચ કોઇને નહોતી. ખુદ અરૂપને પણ નહીં. પોતે બેસી રહે તો ઘડિયાળનાં કાંટા પણ ક્યાક ચાલવાનું બંધ કરીને થંભી જાય તો? ઘવાયેલી સિંહણની વ્ગ્રતાથી ઇતિ હોટેલના કમ્પઉન્માં, લોન પર નિરર્ક આંટા મારતી હતી. આંખો સામે સરસ મજાનો બગીચો હતો. અગણિત ફૂલો ઇતિને આવકારવા ઝૂમી રહ્યા હતાં. પણ એ આવકારનો પડઘો ઇતિના મનમાં કોઇ રીતે પડતો નહોતો. હકીકતે ઇતિ શિમલામાં હતી જ ક્યા? તે તો અનિકેત સાથે આટલા વરસોનો હિસાબ કિતાબ સમજવામાં પડી હતી. અનિકેતે કોઇ ગોરી છોકરી સાથે લગ્ કરી લીધા હશે. તેમ ઇતિ અને તેના ઘરનાં બધાએ સ્વકારી લીધું હતું અને હવે તો તેને ત્યા બાળકો પણ હશે. અનિના બાળકોની કલ્ના માત્થી ઇતિ રોમાંચિત થઇ ઉઠી. પોતાને બાળક નથી તો શું થયું? અનિના સંતાનો તેનાં જ કહેવાયને? અરે, અનિને કહીને તે એકાદને પોતાની સાથે રાખી પણ લેશે. પણ અનિની ગોરી પત્ન માને ખરી? ઇતિ તો જાણે અનિકેતના સંતાનને ઉંચકીને બગીચામાં ઘૂમી રહી હતી. તેને પકડવા દોડી રહી હતી. પરંતુ અનિકેતના બાળકો એમ થોડાં પકડાય? તે પણ અનિની જેમ મસ્તખોર જ હોવાનાને? શું નામ હશે તેમના? કોઇ અમેરિકન નામ જ હશે. પોતે અનિને બરાબર ખખડાવશે. લગ્ ભલે કર્યા. પણ ઇતિને સાવ આમ ભૂલી જવાની? રિસાવાનો તેને પૂરો હક્ છે અને આ વખતે તો જલદી માનવું જ નથી ને! જોકે ના, ના, હવે બહું ઝગડાય નહીં. અનિની પત્નને કદાચ ન પણ ગમે. અરૂપને પણ જોને અનિની વાતો ક્યા ગમે છે? અચાનક વીજળીનો ચમકાર! તે ચોંકી ઉઠી. ‘અરૂપને અનિકેત નથી ગમતો!’ અત્યર સુધી ક્યરેય ન આવેલ આ વિચાર સાવ જ અચાનક આ ક્ષણે ઇતિના મનોઆકાશમાં વીજળીના ચમકારાની માફક જ ચમકી ઉઠ્ય. પણ શા માટે? અરૂપને અનિકેત કેમ નથી ગમતો? અરૂપ તો ક્યરેય અનિને મળ્ય પણ નથી છતાં. ઇતિના મનમાં અનેકરંગી વિચારોના તરંગો ઉછળી રહ્યા. મન ક્યાય સ્થર નહોતું થતું. આશંકા, ડર, ગભરામણ, ભયના અનેક પક્ષીઓ અંતરમાં ફફડાટ મચાવી રહ્યા હતાં. ત્યા અચાનક લોનમાં ઉડતું એક પતંગિયું આવીને ઇતિના ખભ્ભ પર હળવેથી બેસી ગયું. જાણે ઇતિને આશ્વસન આપતું ન હોય! ઇતિની આંખો બંધ થઇ. આવા જ અનેક પતંગિયા તે દિવસે સ્કૂલમાંથી પિકનિક પર બગીચામાં ગયેલ ત્યરે... નવ વરસની ઇતિ પતંગિયાની પાછળ અને અનિકેત ઇતિની પાછળ તેને પકડવા દોડી રહ્ય હતો. બે હાથમાં પતંગિયાને નાજુકાઇથી પકડી ઇતિ સ્કૂલમાં શીખડાવેલું ગીત ગણગણતી હતી કે પતંગિયાને પૂછતી હતી... ‘પતંગિયા ઉભે તો પૂછું એક વાત, તારી પાંખે કોણે પૂરી ભાત?’ અનિ દૂરથી જ બૂમ મારતો. ‘ઇતિ , છોડી દે બિચારાને..’ ઇતિ હાથ ઉંચો કરી તેને ખુલ્લ આસમાનમાં તરવા માટે છૂટું મૂકી દેતી. પછી પોતે પણ તેની પાછળ ભાગતી હતી. નવ વરસના ઇતિ અને અનિકેત બંને તે દિવસે સ્કૂલ તરફથી પિકનિકમાં ગયા હતા. બંનેને વાપરવા માટે ઘેરથી દસ રૂપિયા મળ્યા હતાં. બધા બાળકો તે પૈસામાંથી કશુંક ખરીદીને ખાતા-પીતા હતાં. અનિકેતની નજર ત્યા ઉભેલી એક લારી પર પડી હતી. લારીમાં બુટ્ટ, બંગડી અને નેકલેસ વિગેરે વેચાતા હતા. નાનકડાં અનિકેતને બ્લ્ રંગના મણકાનો એક ચળકતો હાર બહું ગમી ગયો હતો. તેણે ઇતિને પૂછ્ય, ‘ઇતિ, આ બ્લ્ હાર કેવો સરસ, ચમકતો છે નહીં?’ ‘હા, બહું સરસ છે.’ કશું સમજ્ય વિના ઇતિ બોલી હતી. ‘આ કેટલાનો છે?’ થોડું ડરતા નવ વરસના અનિકેતે પૂછ્ય હતું. જીવનની કદાચ પહેલી ખરીદી. લારીવાળો ક્યાક વધારે પૈસા કહેશે તો? લારીવાળાએ જવાબ આપ્ય, ‘દસ રૂપિયા.’ અનિકેત ખુશ થઇ ગયો હતો. કોઇ રાજા મહારાજાની અદાથી તેણે ફટ દઇને દસ રૂપિયા આપી દીધા અને હાર ઇતિને આપ્ય હતો. ગોળ મણકાનો તે હાર ઇતિએ ઘણાં સમય સુધી ગળામાં પહેરી રાખ્ય હતો. ઇતિના દસ રૂપિયામાથી બંનેએ શેરડીનો રસ પીધો હતો. અભાનપણે જ ઇતિના હોઠ આ ક્ષણે પણ ફરક્ય. એ ઠંડક, એ મીઠાશ આજ સુધી અંદર મોજુદ હતી? રસ પીતાં પીતાં અનિના હોઠ પર રસની સફેદ છારી બાઝી હતી. ‘અનિ, તને રસની મૂછ ઉગી. કહેતી ઇતિ હસતી હતી. અનિએ ઇતિના રૂમાલથી જ મોઢું લૂછ્ય હતું. ઇતિ ‘ગંદો..’ ‘ગંદો’ કહેતાં દોડી ગઇ હતી. દોડી ગઇ હતી અને અનિકેતથી પકડાઇ નહોતી. પરંતુ એક દિવસ એકાએક અનિકેતથી નહિ, પણ અરૂપથી પકડાઇ ગઇ હતી. પકડવા તો અનિકેત આવી રહ્ય હતો અને પકડી પાડી હતી અરૂપે? ઇતિનો હાથ પોતાના ગળામાં ફરી રહ્ય. ચળકતાં હારને બદલે ત્યા હીરાનું મંગળસૂત્ ઝળહળી રહ્યુ હતું. ‘ઇતિ, ચાલ, નીકળવાનો સમય થવા આવ્ય છે.’ ઇતિ બાઘાની માફક જ જોઇ રહી. થોડી વારે સમજાયું અને તે ઊભી થઇ. એક નિ:શ્વસ નાખી અરૂપ તેની પાછળ દોરાયો. બસ. હવે ઘર ક્યા દૂર હતું? મંઝિલ સામે જ હતી. જઇને પહેલું કામ ફોન. ના, ના, નો ફોન.. સીધુ અનિને મેળવા ઊપડી જવાનું. આ વખતે હવે તે અરૂપની કોઇ વાત નથી સાંભળવાની. એક ક્ષણનો પણ વિલંબ નથી કરવાની. પણ વિલંબ થઇ ચૂક્ય હતો કે શું? મુંબઇ સુધીનો રસ્ત અનિકેત અને અરૂપની સંતાકકડીમાં જ વીત્ય. એક ક્ષણ પણ તે એકલી ક્યા રહી શકી હતી? ચિંતાના, ભયના, ઘેરી આશંકાના અદીઠ વાદળો ઇતિના મનોઆકાશમાં સતત ઘેરાતા રહ્યા હતાં. તેને હટાવવાના પ્રયત્નમાં ઇતિ આજે હારી હતી. તે વાદળોને વીંધીને અજવાસના કોઇ કિરણ સુધી પહોંચી શકાશે? દસ વરસ જેવા દસ દિવસોને ફગાવી અંતે ઇતિ ઘરના બારણા પાસે આવી પહોંચી. ઇતિના આવવાની અધીરતાથી પ્રતીક્ષા કરી રહ્ય હોય તેમ પંખીઓએ કલબલાટ કરી મૂક્ય. ફૂલોએ પોતાની ખુશ્બ વાયરા સંગે ઇતિને મોક્લ તેનું અભિવાદન કર્ુ. આસોપાલવ અને ગુલમહોરની ડાળીઓ ઇતિને આવકારવા થોડી ઝૂકી રહી. પરંતુ ઇતિને તો કશું દેખાયું જ નહીં. બધાની અવગણના કરી અધીરતાથી.. વિહવળતાથી, ટેક્ષીમાંથી ઊતરી, અરૂપની રાહ જોયા સિવાય ઇતિએ દોડીને ઘરનું તાળુ ખોલ્યુ. આ દસ દિવસ જે ઘુટન વેઠી હતી તે હવે અસહ્ બની હતી. ગાંડાની માફક તે ફોન તરફ દોડી. ત્યા પગમાં કોઇ કવર આવ્યુ. તેણે કવર ઉંચક્યુ તો ખરું. પણ તેની પર નજર નાખવા જેટલી ધીરજ ક્યા બચી હતી? તેની ધ્રજતી આંગળીઓ ફોનના નંબર દબાવતી રહી. (શીર્ક પંક્ત : હર્દ ત્રવેદી) (ક્રમશઃ) (લેખિકા અમેરિકા સ્થિ સાહિત્કાર છે.) પ્રતિભાવ ઃ
[email protected] પૂ પ્રકરણ ઃ ૧૭ ઓક્ટોબર 24, 2025 (October 18 - October 24, 2025) S29 નીલમ દ શી વિલંબ થઇ ચૂક્યો.... નવલકથા દિવાળી વિશેષાંક પાના નં S12 નું અનુસંધાન... આપણી જાતને આપણે જો સાચી રીતે જોતરતા શીખી જઈએ તો સ્વવકાસના દ્વર આપોઆપ ખૂલી જશે. ‘બળવું’ અને ‘પ્રગટવું’માં બહુ મોટો તફાવત છે. જો આ વાત સમજાય જાય તો બેડો પાર થઈ જાય. વસ્તના બળવાથી રાખ મળે છે ને વસ્તનાં પ્રગટવાથી ઉજાસ મળે છે. આપણે જીવનભર બળીએ છીએ કે પ્રગટીએ છીએ, એના ઉપર આપણાં સ્વવકાસના ઊર્ધ્ગામી કે અધોગામીપણાનો આધાર રહેલો છે. આ વાતને જરા બીજી રીતે પણ સમજીએ. ઈંડું બહારથી ફૂટવાની ઘટના બને તો અંદરથી મૃત્ય બહાર આવતું હોય છે ને ઈંડું જો અંદરથી ફૂટવાની ઘટના બને છે તો અંદરથી જીવન બહાર આવતું હોય છે. સવાલ એ છે કે ઈંડું ક્યાથી ફૂટે છે! જે જે લોકો અંદરથી ફૂટી શક્ય છે, એ એ લોકો વિકસી શક્ય છે. આવા લોકો જ વ્યક્માંથી વ્યક્ત્ બનવા સમર્ બની શક્ય છે. સ્વવકાસનું સૌથી મોટું અને પ્રબળ ઉદાહરણ આપણી પાસે એકલવ્નું છે. સ્બળે આગળ આવવા માટેનો એનો પુરૂષાર્ ખૂબ જ પ્રેરણાદાયી છે. પરિસ્થિિ વ્યક્ને તાબે કરે, એના કરતા વ્યક્ જ પોતે પરિસ્થિિને તાબે કરી લે એવું જે કરી શકે છે, એ પોતાના વ્યકિત્ને વિકસાવી શકે છે. પણ, આવો સ્વવકાસ પોતાની સાથે બીજા માટે પણ હિતકારી બની શકે તો જ, એ સાચો સ્વવકાસ ગણી શકાય. ઉમદા ભાવોની ખીલવણી સાથેનો સ્વવકાસ જ ઉપકારક ગણાય. માટે સ્વવકાસમાં સ્કલ્યણ સાથે સૌનું કલ્યણનો ભાવ નિહિત હોવો જોઈએ. જેનામાં વીરડો બનવાની તાકાત હોય, એનામાં જ નિર્ળ નીર જેવા સ્વવકાસના નવાણ ફૂટી શકતા હોય છે. કુદરતે પ્રત્યક સજીવને આંતરિક સૌંદર્ અને આંતરિક કળાઓની ભેટ આપી જ છે. પણ, માણસ તરીકે આપણે આ કળાઓનો પૂરેપૂરો ઉપયોગ કરી, એ મુજબ જીવી નથી શકતા. આપણી વૃત્તિઓ હાવી થવાના કારણે ઘણીવાર આપણે ધાર્ુ વિકસી નથી શકતા. ચકલીના બચ્ચને ઊડતા ન આવડ્ય હોય એવું કદી બન્યુ નથી. બિલાડીનું બચ્ચુ તરાપ મારવામાં કદી થાપ નથી ખાતું. વાંદરાએ ઝાડની એક ડાળીથી કુદીને બીજી ડાળી પર જતા કદી ભૂલ નથી કરી. એમને આ કળાઓ શીખવા માટે કોઈ પાઠશાળાઓ નસીબ નથી થઈ. છતાં, એમણે સૌએ નિરીક્ષણ અને પુરૂષાર્થી આ કળાઓ હસ્ગત કરી છે. એમનો સ્વવકાસ તેઓ કરી શક્ય છે. આપણું વિકસવું ગુણલક્ષી હોવું ખૂબ જરૂરી છે. નિખાલસતા, નિર્ળતા, કૃતજ્ઞા, સમજણ, વિવેક, કાર્કશળતા, પ્રામાણિકતા, નીતિમત્તા, કર્ઠતા, ભાવનાશીલતા, પરોપકરિતા, નિષ્ઠ અને સહજતા સાથે સકારાત્ક દૃષ્ટકોણ જેવા અનેક ગુણો થકી જ, સાધેલો સ્વવકાસ શોભતો હોય છે. બીજાને અડચણ થાય એ રીતનું વિકસવું હ૨ગીજ વિકાસ નથી, એટલે આપણે વિકસીએ, પણ સાચી રીતે અને સાચી દિશામાં વિકસીએ. (લેખક ગુજરાત સરકારના સનદી અધિકારી અને સાહિત્ સર્ક છે)