Gujarat Times

હાસ્ય - ક્રોસવર્ જુલાઈ 25, 2025 (July 19 - July 25, 2025) S17 નિયામાં એટલે કે સોશિયલ મીડિયાની દુનિયામાં, મુખ્ત્વ બે પ્રકારના લોકો હોય છે ઃ વરસાદની વાતથી જેમને ‘મેઘદૂત’, કાલિદાસ, કવિતાઓ, રમેશ પારેખ વગેરે યાદ આવે તે અને વરસાદના ઉલ્લખ માત્રથી જેમને ભજીયા યાદ આવે તે. હળહળતા ધ્રુીકરણના જમાનામાં પણ આ બંને પ્રકારો વચ્ચ છાવણીઓ પડી ગઈ નથી, એટલું સારું છે. તેના કારણે, એવા પણ લોકો જોવા મળે છે, જે ભજીયા ખાતાં ખાતાં કાલિદાસની વાત કરતા હોય અથવા ‘મેઘદૂત’ની પંક્તઓની સાથે ભજીયાનો આનંદ માણતા હોય. વરસાદને ભજીયા સાથે દેખીતો કશો સંબંધ નથી. જો એવો સંબંધ હોત તો ભજીયા બારમાસી વાનગીને બદલે ફક્ ચોમાસુ ચીજ ન ગણાતી હોત? પરંતુ ભજીયા પ્રેમીઓ માને છે કે, કોઈ પણ ઋતુમાં, કોઈ પણ સમયે ભજીયા આરોગવાથી પુણ્યી તો ખબર નથી, પણ એકસરખો આનંદ પ્રાપ્ થાય છે. તેમની આ માન્તા સાથે અસંમત થવું અઘરું છે. ભજીયાની બીજી મહત્ત એ છે કે, તે સંપૂર્પણે સ્દેશી વાનગી છે. રોમિલા થાપડ જેવાં વિદુષી ઇતિહાસકારે પણ ક્યાય એવો દાવો કર્યાનું જાણ્યુ નથી કે ભજીયા ગ્રકો, મધ્ એશિયાના હુમલાખોરો કે ગઝની-ઘોરી ભારત લઈ આવ્ય. ગુપ્ સામ્રજ્યો અમુક સમયગાળો ભારતના ઇતિહાસમાં સુવર્યુગ તરીકે ઓળખાય છે, તેનું એક બિનસત્તાાર કારણ એ હોવું જોઈએ કે ત્યરે પણ ભારતમાં ભજીયા બનતાં હશે. કોઈ પણ સમયગાળો ભજીયા વિના સુવર્કાળ બની જ શી રીતે શકે? સમૃદધિ હદ વટાવી ગઈ હોય તો શક્ છે કે ભજીયા સોનાની થાળીમાં ખવાતાં કે સોનાની તાવડીમાં ઉતરતાં હોય. સદીઓ પછી ખોદકામ કરતાં દટાયેલી ચીજવસ્તઓ-હાડપિંજરો કે નગરો મળે, પણ ભજીયાનો એકેય અવશેષ ન મળે, તેના આધારે એમ થોડું માની લેવાય કે ભજીયા ત્યરે ચલણમાં ન હતાં? એવી જ રીતે, ભજીયાને સંસ્કૃતમાં શું કહેવાય, તે ન આવડતું હોય, તેનાથી પણ સ્દેશી તરીકેનો તેનો મહિમા ઓછો થઈ જતો નથી. ભદ્રભદ્ર મુંબઈ જઈને ભજીયા ખાધાં ન હતાં, એટલે તેના સંસ્કૃત પ્રચુર નામથી આપણે વંચિત રહ્ય, પણ ઘણા લોકો ભજીયાને પકોડા કહે છે. વડાપ્રધાન મોદીએ તો પકોડા તળવાના વ્યસાયને બેરોજગારી દૂર કરીને રોજગાર સર્વા માટે ખપમાં લેવા કહ્યુ હતું. સાંભળવામાં તે હાસ્યસ્દ લાગે તો લાગે, પણ વડાપ્રધાનની સમસ્ય-ઉકેલની પદ્ધતમાં તે બરાબર બંધ બેસે છે. થોડા સમય પછી તે ભજીયા તળવાની લારીને સ્ટા્ અપનો દરજ્જ આપવાની જાહેરાત કરે અને દેશભરમાં ચાલતી ભજીયાની લારી-દુકાનોને સ્ટા્ અપમાં ગણી લે, તો સ્ટા્ અપ ક્ષેત્ર ભારત આખા વિશ્વમાં અવ્લ સ્થાે પહોંચી જાય અને તેના વિશ્વગુરૂ પદ વિશે કોઈના મનમાં કશી શંકા ન રહે. ભજીયાની જેમ કવિતા પણ અથવા કવિતાની જેમ ભજીયા પણ, ઘાણમાં ઉતરતાં હોય છે, વરસાદ આવે ત્યરે તો ખાસ. બંનેનો ચાહક વર્ એવો પ્રતિબદ્ હોય છે કે ભજીયું કે કવિતા કાચાં ઉતરે તો પણ તેનાં વખાણમાં કચાશ રાખતો નથી. એવાં ભજીયાથી પેટને અને કવિતાથી સાહિત્યે નુકસાન થવું હોય તો થાય. ગુણવત્ત કે આડઅસરોના મુદ્દ કવિતા પ્રેમીઓ- ભજીયા પ્રેમીઓ સાથે દલીલમાં ઉતરવાનો મતલબ છે લડાઈ વહોરી લેવી. ભજીયાની ટીકા કરવામાં એટલી રાહત ખરી કે ‘બહુ ખબર પડતી હોય તો જાતે જ ઉતારી લો ને’ એવું સાંભળવા ન મળે. બંને બાબતોમાં પ્રયોગશીલતા અને પ્રયોગખોરી વચ્ચેો તફાવત ઘણી વાર ભૂંસાઈ જતો હોય છે. એક સમુહ માને છે કે કોઈ પણ ખાદ્ય ચીજનાં ભજીયા બની શકે અને કોઈ પણ ચીજ પર, કોઈ પણ સ્રૂપમાં કવિતા લખી શકાય. ભજીયા-પ્રયોગવીરો બટાટા-કેળાં-મરચાં-રતાળુ- ડુંગળી જેવી ભજીયા ઘરાનાની પરંપરાનો ત્યગ કરીને ચીઝ, ચોકલેટ અને આઇસક્રમનાં ભજીયા ઉતારવા સુધી પહોંચી ગયા છે. દેખીતું છે કે એવાં ભજીયાનું ઔચિત્ જ નહીં, માહાત્મ્ પણ સ્વાદષ્ હોવામાં નહીં, કેવળ હોવામાં એટલે કે અસ્તત્ ધારણ કરવામાં હોય છે એટલે, પ્રયોગખોર કવિતાઓની જેમ તેમને વિવેચનના સ્થાપત નિયમો લાગુ પાડી શકાતા નથી. આખી વાતનો બીજો પક્ એવો પણ છે કે, ઘણા વિવેચકો ભજીયાના ગુણદોષને બદલે, તેની લોકપ્રિયતાને કેન્દસ્થાે રાખીને તેનું વિવેચન કરે છે અને તે સંભવતઃ આરોગ્યે નુકસાનકારક હોઈ શકે છે માટે નહીં, પણ તે અત્યત લોકપ્રિય છે એટલા માટે તેમની ટીકા કરે છે. એટલું જ નહીં, લોકપ્રિય બનેલી કોઈ પણ કૃિ ી ગુણવત્તાી પરખ કર્યા વિના, કેવળ લોકપ્રિયતાના આધારે તેને ‘ગરમાગરમ ભજીયા જેવી’ હલકી ગણાવી દે છે. કૃિ ી પરખ કરતી વખતે લોકપ્રિયતા ગુણ પણ નથી ને દોષ પણ નહીં, એટલું સમજવા - સ્વકારવા માટે ગુજરાતી અધ્યપકો-વિવેચકોએ ભજીયા ખાવાનું શરૂ કરે, તો તેનાથી ભજીયા બનાવનારને જ નહીં, ગુજરાતી સાહિત્યે પણ લાભ થવા સંભવ છે. કવિ કાલિદાસે ‘મેઘદૂત’ લખ્યુ, તેમાં ક્યાય ભજીયાનો ઉલ્લખ આવતો નથી. શક્ છે કે તેમના જમાનામાં પણ વિવેચકોની માનસિકતા આગળ જણાવી એવી હોય અને કાલિદાસને થયું હોય કે નકામું ભજીયાના વાંકે કવિતાને ગાળ પડશે. એના કરતાં યક્ષે ભજીયાથી દૂર રાખેલો જ સારો. યક્ જાતે રસોઈ ન જાણતો હોય તો શક્ છે કે અષાઢના પ્રથમ દિવસે તેને પ્રિયતમા જેટલી જ કે તેના કરતાં પણ વધારે તીવ્રતાથી પ્રિયતમાના હાથનાં ભજીયાની યાદ આવી હોય. -- અને કોને ખબર, કાલિદાસને વરસાદી મોસમમાં ભજીયા ખાતાં ખાતાં જ ‘મેઘદૂત’ની પ્રેરણા મળી હોય? (લેખક જાણીતા પત્રકાર, સાહિત્કાર, વિવેચક અને હાસ્કાર છે.) પ્રતિભાવઃ [email protected] ઉરવીશ ક ઠારી દુ કાલિદાસ અને ભજી ા

RkJQdWJsaXNoZXIy NjI0NDE=