Gujarat Times

હાસ્ય - ક્રોસવર્ સપ્ટેમ્બર 5, 2025 (August 30 - September 5, 2025) S17 ની કહેણી તો ‘દીકરી ને ગાય, દોરે ત્યાં જાય’ એવી છે, પણ નવા જમાનામા અને ખાસ કરીને ચોમાસમા કહેવુ પડે કે ‘ખાડા ને ગાય, ગમે ત્યાં થાય’. ખાડા અને ગાય વચ્ચની સરખામણી આમ અસ્થને લાગે, એક સજીવ અને એક નિરજીવ. પણ ત્યાં જ મોટા ભાગના લોકો થાપ ખાય છે. કોણે કહ્યુ કે ખાડા નિરજીવ હોય છે? ધર્ગ્રંથોના કહેવા પ્રમાણે, સૃષ્ટમા બધે ચૈતન્ વ્યપેલુ હોય, તો ખાડા તેમાથી શી રીતે બાકાત રહી શકે? આટલી ઊચ્ આધ્યાત્ક ભૂમિકાએ ન જવુ હોય તો બીજી રીતે વિચાર કરીએઃ ખાડાના જન્દાતા, તેના માતાપિતા કોણ છે? તૂટી જાય એવા રસ્ત અને પુલો શી રીતે તૈયાર થાય છે, તેનુ સામાન્ જ્ઞન ધરાવતા લોકો તરત કહેશેઃ વહીવટી તત્ર ખાડાના પિતૃસ્થને હોય છે અને કોનટ્રક્ર ખાડાના માતૃસ્થને. હવે વિચારોઃ જેના માતાપિતા બને મનુષ્ હોય, તેમના સતાન જેવા ખાડાને નિરજીવ ગણી શકાય? ખાડાની વશાવલી કોલમ ચિતનની પદ્ધતિ પ્રમાણે કાઢવા જઈએ તો કહેવુ પડે કે, ભ્રષ્ટચાર ખાડાનો પિતા હોય છે ને લાલચ ખાડાની માતા. આ પ્રકારની અભિવ્યક્થી તાળીઓ ઉઘરાવી શકાય છે, પણ વાસ્તવકતા છેટી રહી જાય છે. કોઈ મનુષ્ સતાન વિશે કદી એવુ કહેવામા આવે છે કે વાસના તેની માતા છે ને વશવૃદ્ધિની ઝખના તેના પિતા? તો પછી ખાડાનો વશ નક્ક કરતી વખતે એવો તુચ્કાર શા માટે? ગાયની જેમ ખાડો પણ સજીવ છે, એટલુ સિદ્ધ કર્યા પછી હવે સરખામણીમા આગળ વધીએઃ ગાયને ચાર પગ હોય છે, જ્યરે ખાડાને એકેય પગ નથી હોતો. પ્રામાણિકતાથી તો એમ કહેવુ જોઈએ કે, ખાડાને એકેય પગ ન હોવા છતા, તે ગમે ત્યાં જઈ શકે છે અને વખત આવ્ય બીજાના પગ ભાગી શકે છે. કેટલાક અસતુષ્ટ ખાડાને સડકની આબરૂ પર પડેલા ધબ્બ ગણે છે અને તેના વિશે કકળાટ મચાવે છે. હકીકતમા, ખાડાને સડકની ગાલ પર પડેલા ખજન પણ ગણી શકાય, સવાલ યથાયોગ્ સૌંદર્ દૃષ્ટ કેળવવાનો છે. અલબત્ત, રસ્ત પર ખાડાની સખ્ય જેટલા મોટા પ્રમાણમા જોવા મળે છે તે જોતા, ખજનની ઉપમા કદાચ લાગુ ન પાડી શકાય. કારણ કે, ગાલ પર તેમનુ સ્થન ચોક્સ અને નક્ક હોય છે. ખાડાને એ રીતે સવાયા ખજન કહેવા હોય તો કહી શકાય, કારણ કે, તે સડક પર ગમે ત્યાં હોઈ શકે છે. રસ્ત પર પડતા ખાડાનો વિરોધ કરનારા વિકાસ વિરોધી, સરકાર વિરોધી અને એ ન્યયે હિદુ વિરોધી છે, એટલુ તો સમજુ વાચકો અત્યર સુધીમા સમજી ચૂક્ય હશે. કારણ કે, આ જ લોકો ગ્રમ્ વિસ્તરોમા કે શહેરમા સડક ન હોય ત્યાં જોવા મળતા ઉબડખાબડ રસ્ત વિશે કશુ કહેતા નથી, ત્યાં પડેલા ખાડાનો વિરોધ કરતા નથી, પણ જેવી સડક બને અને તેમા ખાડા પડે એટલે મેદાનમા આવી જાય છે. તેની પરથી સ્પષ થાય છે કે તેમનો ખરેખરો વિરોધ ખાડા સામે નહીં, પણ સડક સામે હોય છે. જે જન્મ છે તે મરે છે, એ જેટલુ અફર સત્ છે, એટલી જ અકાટ્ય હકીકત એ છે કે જ્યાં સડક બને છે ત્યાં ખાડા પડવાનુ નિશચિત છે. ચ્યઇંગ ગમાત્ક ચિતન શૈલીમા કહી શકાય કે દરેક સડક તેના ગર્મા ખાડાની શક્તા લઈને જ અવતરે છે. તે શક્તા જ્યરે વાસ્તવકતામા પરિણમે, ત્યરે ફક્ કોનટ્રક્ર કે તેમની પાસેથી લાચ લેનારાનુ જ નહીં, સડકનુ અને ખાડાનુ પણ અવતારકાર્ સિદ્ધ થાય છે. ખાડા અને ગાય વચ્ચ કાર્ કારણનો નહીં, પણ અસર-સામ્નો સબધ છે. ચોમાસામા રસ્ત પર ખાડા અને ગાયો હોય છે એમ કહેવાને બદલે, ખાડા અને ગાયો સિવાયનો જે ભાગ બાકી રહી જાય છે, ત્યાં રસ્ત હોય છે, એમ કહેવુ વધારે સાચુ છે. ચોમાસામા ગાયો રીતસર સડક પર ઉતરી આવી હોય એવુ છે. છેલ્લ ઘણા સમયથી નાગરિકો ગાય બનીને સરકારી કુશાસન સામે સડક પર ઉતરતા બધ થઈ ગયા હોય એવા સજોગોમા, અસલી ગાયોનુ સડક પર ઉતરવુ આમ તો સારુ લાગે, પણ આ ગાયો શાના વિરોધમા રસ્ત પર આવે છે, તે સ્પષ થતુ નથી. કેટલાકનુ માનવુ છે કે ક્રૂરતાના અને ધિક્કરના રાજકારણમા ગાયોના નામે માણસો ચરી ખાતા હોવા છતા, પોતાની વાસ્તવક સ્થિત કેવી છે તે દર્શાવવા માટે ગાયો ચોમાસામા રસ્ત પર આવે છે. ગાયો છાપા ખાવાને બદલે વાચતી હોત તો તેમને ખબર હોત કે જે દેશમા નારીની પૂજાની સસ્કૃતિના દાવા કરવામા આવે છે, ત્યાં નારીની વાસ્તવક સ્થિત કેવી છે, ભલે ને તે ઓલિમ્પકમા મેડલ વિજેતા કેમ ન હોય. ગાયો સોશિયલ મીડિયા પર હોત તો તેમને ખબર પડત કે ધર્ના દાવા કરનારાને પ્રોફાઇલમા તેની ધજાઓ ફરકાવનારા સ્ત્રઓ વિશે કેવી ભાષામા લખે છે. જોકે, ગાયો સોશિયલ મીડિયા પર હોત તો તેના રક્ષણના નામે થતા ખૂન ખરાબા-ગોરખધધા પછી તે ‘નોટ ઇન માય નેમ’ (મારુ નામ આગળ ધરીને આવા ધધા નહીં) જેવો હેશટેગ પણ બનાવતી હોત. ગાયો ને ખાડા, બનેમાથી વધારે જોખમી કોણ, તેની ચર્ચામા આ બને જોખમોના પાલક માતાપિતાને સલુકાઈથી ભૂલાવી દેવામા આવે છે. તેમની કોઈ જવાબદારી નિશચિત કરવામા આવતી નથી એટલે દર ચોમાસે ગાયો અને ખાડા રાબેતા મુજબ અવતરતા રહે છે અને ચિતનનો વિષય બનતા રહે છે. (લેખક જાણીતા પત્રકાર, સાહિત્કાર, વિવેચક અને હાસ્કાર છે.) પ્રતિભાવઃ [email protected] ઉરવીશ ક ઠારી જૂ ખાડા અને ગા

RkJQdWJsaXNoZXIy NjI0NDE=