Gujarat Times

“ગયો ક્યાં અનાહત નાદ એ? મને ઝખતો હતો સાદ એ? હુ વિરાટ વિશ્વમા એકલો, કોઇ ભાવભીનો સ્ર નથી.” ક એક ક્ષણ એક યુગ જેવડી બની હતી. સોનાના પિંજરામાં પુરાયેલ પંખીને અચાનક આકાશની ભાળ મળી હતી. ઉડવા માટેની છટપટાહટ જાગી હતી. પાંખો ફફડાવવાની તૈયારી હતી.પણ ત્યા જ અચાનક પાંખો જ કપાણી. પંખી બેબાકળુ. શું થયું તે સમજાયું નહીં. હવે સામે અનંત આસમાન તો હજુ મોજુદ હતું. પણ કોણે કાપી પાંખો? કોણ હતું એ? પક્ષીને સમજાય કે નહીં પરંતુ ઇતિની નજર સમક્ષ તો પાંખોનો કાપનાર પણ હાજર જ હતો અને છતાં.... ઇતિ મૌન હતી અને અરૂપ પાસે બોલવા જેવું કશું બચ્યુ નહોતું. એક ક્ષણમાં તે આખ્ખ ઉઘાડી પડી ગયો હતો. ક્યા ખુલાસાઓ આપે? કેટકેટલા ખુલાસાઓ આપે? છેલ્લ દસ વરસની એક એક ક્ષણનો જાણ્ય, અજાણ્ય તે ગુનેગાર હતો. ઇતિનો ગુનેગાર. હવે નીચી નજરે અરૂપ મૌન. એકદમ જ મૌન. ઇતિ મૂઢની જેમ અરૂપ સામે જોઇ રહી. એ નજરનો અસહ્ય તાપ અરૂપને દઝાડી રહ્યો. બે-પાંચ મિનિટ વીતી કે બે-પાંચ યુગો? વાતાવરણમાં મૌનનો ભયાનક ઓથાર.. સમયક્ષણો સરતી રહી. ઇતિ પરિસ્થિતને હજુ પૂરી સમજી કે સ્વકારી નહોતી શકતી કે શું? પોતે આ બધું શું વાંચ્યુ કે શું સાંભળ્યુ એ સમજણ નહોતી પડતી કે પછી જે વાંચ્યુ, સાંભળ્યુ એમાં વિશ્વસ નહોતો આવતો? કાળદેવતા પણ ગિલ્નો ભાવ અનુભવતા હોય તેમ થંભી ગયા હતા કે શું? પોતે આ ક્યુ અકલ્પ્ રહસ્ ઉઘાડું કરી નાખ્યુ? પોતાની બંધ મુઠ્ઠમાંથી કઇ પળે આ કેવી પીડાનો પ્રસવ થયો કે ઇતિ આમ જડ બની ગઇ? શું બોલવું તે અરૂપને સમજાતું નહોતું અને શું પૂછવું, શું કહેવું તેની ઇતિને ખબર નહોતી પડતી. બીજી થોડી ક્ષણો આમ જ વીતી. વાતાવરણમાં એક અસહ્ય મૌન અકળામણ, ભયંકર સ્બ્તા.. એક અસહ્ય ગૂંગળામણ.. સન્નટો... પવન પણ એકદમ ચૂપ. બહાર બગીચામાં ટપાક દઇને ખરતાં પાંદડાઓનો એક માત્ર અવાજ. કોરી આંખોમાંથી અશ્રઓ તો ન ખર્યા પરંતુ મનમાંથી કશું જરૂર ખરી રહ્યું હતું. સમયનાં વાયરાની એક જોરદાર ફૂક કે ઝંઝાવાત અને શ્દ્ધની ઝળહળ જ્યત બૂઝાઇ ગઇ. અરૂપ નીચું જોઇ બેસી રહ્યો. ઇતિ એકીટશે ત્રાટક કરતી હોય તેમ અરૂપ સામે બિલકુલ અજાણ્ય અરૂપ સામે જોતી રહી. વરસોનો આ સાથીદાર આજે પરાયો બની ગયો હતો. આ અરૂપને તે ક્યા ઓળખતી હતી? એક પળ અને ઇતિનું આખું વિશ્ અલોપ. ન વાદળ, ન વરસાદ, ન વીજળી, ન ગર્ના, કશું જ નહીં. બસ ઘેરો સન્નટો. એ એક માત્ર સત્. જાણે એ સિવાય દુનિયામાં બીજું કશું હતું જ નહીં. વિશ્વસના અગણિત પંખીઓ એકી સાથે ઉડી ગયા. હતા. કોઇ કલરવ વિના. એક ઘેરી સ્બ્તા. મૌનના આ અસહ્ય ઓથાર હેઠળ અરૂપ શું બોલે? શું સફાઇ આપે? આરોપી હાજર હતો. પિંજર હતું. પણ કોઇ ફરિયાદી નહોતું. ઇતિની આંખ સામે અરૂપ કઇ રીતે નજર મિલાવે? શું જવાબ આપે ઇતિની આંખના મૂક પ્રશ્નનો? ઇતિ સોફા પર ફસડાઇ પડી. અનિ, તેનો અનિ હંમેશ માટે અલવિદા કરી ગયો હતો. અંતિમ ક્ષણો સુધી તે ઇતિને ઝંખતો રહ્યો હતો. ઇતિની આંખો સમક્ષ ગાઢ અંધકાર છવાતો હતો. તેની આંખો કોરીધાકોર, બિલકુલ કોરી! કોઇ દરદીને એનેસ્થેસયાનો મોટો ડોઝ અપાઇ જતાં તેનું ચેતાતંત્ર નિષક્રિય, સંવેદનાહીન બની જાય. તેવી રીતે ઇતિનું ચેતાતંત્ર સાવ જ ભાવશૂન્. વેદના અનુભવવા જેટલી સભાનતા યે અલોપ. કોઇ સંવેદના નહીં. નિતાંત શૂન્તા. દૂર દૂર સુધી નિબિડ અંધકાર. પ્રકાશનું જાણે કદી અસ્તત્ હતું જ નહીં. આ વેદના અનિકેતની વિદાયની હતી કે અરૂપની આ અપરિચિત ઓળખાણની? પવનની એક લહેરખીની સાથે અંગારા પરની રાખ ઉડી જાય અને એક કારમું સત્ સાવ અનાવૃત થઇ ઉઠે એજ રીતે એક જ પળમાં સહન ન થઇ શકે તેવા બે સત્ય અતિ ભાવુક ઇતિ સામે ઉઘડ્ય હતા. જેનો તાપ ઝીલવો ઇતિ માટે આસાન કેમ બની શકે? ક્યુ સત્ વધારે ગૂંગળાવી રહ્યું હતું? તે વિચાર કરવાની ક્ષમતા ક્યા? અનિકેતને તો કુદરતે છીનવી લીધો હતો. પરંતુ અરૂપ? અરૂપનું આ સ્રૂપ? તેનો આ પરિચય? અત્યર સુધી તે અંધારાને અજવાસ માની અટવાતી રહી હતી? તેણે ક્યા ભૂલ કરી હતી? સપનામાં યે અરૂપનું આ સ્રૂપ તે વિચારી શકે તેમ નહોતી. ક્યરેક અરૂપની કોઇ વાત ન ગમતી ત્યરે પણ એક ક્ષણ માટે યે અરૂપમાં કોઇ અવિશ્વસ, કોઇ શંકા નહોતી ઉઠી. આમ પણ કોઇ માટે શંકા કરવાનું ઇતિ માટે શક્ જ નહોતું. આંખો બંધ કરી તે વિશ્વસ મૂકી શકતી અને આજે? એક ક્ષણમાં બધું કડડભૂસ? સઘળા દરવાજાઓ બંધ. દિશાઓ મૂંગી મંતર. ઇતિ હમણાં આક્રંદ કરી ઉઠશે એવું માનતો અરૂપ તેની આ સ્થિત જોઇ ડરી ગયો. તેના મનમાં ભયના ભીના ભીના વાદળો ઘેરાયા. ઇતિની આંખોમાં તો અઢળક વાદળો કોરાકટ્ટ વાદળો. ઇતિ, ‘ઉંડી ગુફામાંથી આવતો હોય તેમ અરૂપનો ઘેરો અવાજ માંડમાંડ બહાર નીકળ્ય. શું બોલવું તેની ગતાગમ આજે અરૂપને પણ નહોતી પડતી. તે કોઇ ખુલાસો આપવા ગયો. પણ કોને ખુલાસો આપે? ઇતિ બહેરી બની હતી. કાનથી જ નહીં, તેની પંચેદરિયો બહેરી બની હતી. સમુદ્ના તરંગો પર સવાર થઇ હસતી ખેલતી માછલી અચાનક કિનારાની રેતીમાં ફેકાય જાય અને બેબાકળી બની છટપટી ઉઠે એ સમજી શકાય. પરંતુ ઇતિના નશીબમાં તો છટપટાહટનું એ સુખ પણ ક્યા? પ્રાણનું પંખી આકુળ વ્યકુળ. અણુએ અણુમાં અદ્શ્ તરફડાટ. જળ થંભી ગયા હતા. જીવન થંભી ગયું હતું. ઇતિએ તો જીવનમાં ક્યરેય બીજી કોઇ એષણાઓ, ઇચ્છઓ પણ ક્યા રાખી હતી? જે સંજોગો સામે આવ્ય તેનો બિલકુલ સહજતાથી સ્વકાર કરતી આવી હતી. કોઇ આગ્રહ, દુરાગ્રહ વિના અને છતાં? તેના સમર્ણમાં ક્યા ખામી હતી? ઇતિની કોરીધાકોર આંખો સામે જોતાં અરૂપે બે ચાર વાર ઇતિને બોલાવવાના પ્રયત્ન કરી જોયા. પણ કોઇ પ્રત્યઘાત ન સાંપડતા અરૂપ હવે ખરેખર ડરી ગયો. ‘ઇતિ.. ઇતિ.. પ્લીઝ. મારે કોઇ ખુલાસાઓ નથી કરવા. હું ગુનેગાર છું. તારો અને અનિકેત બંનેનો ગુનેગાર. હું અનિકેતની ઇર્ષ્યા કરતો હતો. કોઇ કારણ વિનાની ઇર્ષ્યા. અનિ પાસેથી મે તને ઝૂંટવી લીધી હતી. અનિકેત તારી વાતો કરતો રહ્યો અને હું તને તેની પાસેથી ખૂંચવી લેવાના મનસૂબા મનોમન ઘડતો રહ્યો હતો. જેની અનિકેતને કલ્ના સુધ્ધા નહોતી. અનિએ મોકલેલ સંદેશ કે તેણે તારા માટે મોકલેલ ગીફટને, પેલી ઢીંગલીને મે મારી બનાવી દીધી. એક અનધિકાર ચેષ્ટાથી, દગાથી કોઇના વિશ્વસનો ભંગ કરીને, મિત્રતા શબ્ને કલંક લગાડીને હું તારી અને અનિકેત વચ્ચ આવી ગયો. તારા જીવનમાં દાખલ થઇ ગયો અને આટલા વરસો અનિકેતને હટાવવાનાં સભાન પ્રયત્ન કરતો રહ્યો. મારા સબકોન્શયસ માઈન્માં તને ગુમાવી બેસવાનો એક ભય, સતત ડર અને તેના પરિણામરૂપે તને અનિકેતથી દૂર રાખવાના વામણા પ્રયત્ન! ઇતિ, તારા વિના હું જીવી શકુ તેમ નહોતો. તેથી તને ગુમાવી બેસવાનાં સતત ડર, ખોટા ડરના ઓથાર નીચે હું અનેક ભૂલો કરતો રહ્યો. કદાચ અનિકેતને સાથે રાખીને હું તને પૂર્પણે પામી શક્ય હોત. સમજાય છે ઇતિ, એ અત્યરે સમજાય છે. આ ક્ષણે એ સત્ મારી સમક્ષ ઉઘડી રહ્યું છે. હું જાણુ છું કે હવે આ બધાનો કોઇ અર્ નથી ઇતિ, તારી માફી માંગવાને પણ હું લાયક નથી. પણ ઇતિ, તને હું ખરેખર પ્રેમ કરું છું. ખૂબ પ્રેમ કરું છું. કદાચ પ્રેમનો સાચો અર્ સમજ્ય વિનાનો પ્રેમ.’ અરૂપ ધ્રસકે ધ્રસકે રડી પડ્ય. તે વલોપાત કરતો રહ્યો. પાગલની જેમ એકલો એકલો હૈયું ઠાલવતો રહ્યો. શું બોલતો હતો તેનું પણ તેને ભાન રહ્યું નહોતું. વરસોથી અંદર સંઘરેલ ઉભરો આજે અચાનક ઉછળી ઉછળીને પોતાની જાતે જ બહાર આવવા મથી રહ્યો હતો. વારંવાર તે માફી માંગતો રહ્યો. સજા માંગતો રહ્યો. પણ તે કોને કહેતો હતો? ઇતિને તો ક્યા કશું સ્પર્ શકતું હતું? બધિર પંચેદરિયો સુધી અરૂપનો વલોપાત કેમ પહોંચે? ઇતિ જાણે પથ્રની મૂર્તિ. નિર્જવ, પ્રાણવિહીન... યુગો એમ જ પસાર થઇ ગયા. અરૂપ એકીટશે ઇતિ સામે મીટ માંડી રહ્યો. હમણાં કોઇ ભાવ ઇતિની આંખોમાં ઉભરશે. ઇતિ રડી ઉઠશે. ગુસ્સની જ્વળા ભભૂકશે, પોતાને ન જાને શું એ કહેશે, જવાબ માગશે. પોતાને માફ કરશે? તે ખાસ્સ વાર ઇતિનાં ગુસ્સની, કોઈ પ્રતિભાવની આશાએ ઇતિ સામે જોતો ત્યા બેસી રહ્યો. પણ.. પણ ઇતિમાં ચેતનનો કોઇ સંચાર ન ફરકી શક્ય. અરૂપની આંખો અનરાધાર વહેતી રહી. અંતે તે થાક્ય. તેણે આંસુ લૂછ્ય. આ પાપનું પ્રાયશચિત ફક્ આંસુથી નહીં થાય. તેણે હોમાવું પડશે. આહુતિ આપવી પડશે. જે કઇ કરવું પડશે તે કરશે. એક દ્ઢ નિર્ધાર તેના પ્રાણમાં ઉગ્ય. તે ઉઠ્ય, એકાદ ક્ષણ ઇતિ સામે જોયું. પછી ધીમેથી ઇતિનો હાથ પકડી ઉભી કરી અને ઉપર લઇ ગયો. ઇતિ તો જાણે ચાવી દીધેલી પૂતળી! અને પૂતળીને કોઇ વિરોધ થોડો હોય શકે? ઇતિ ઊભી થઇ. અરૂપ હાથમાં પાણીનો ગ્લસ લઇ આવ્ય. એકાદ ક્ષણ ઇતિ ગ્લસ સામે જોઇ રહી. અરૂપે નાના બાળકની માફક તેને પાણી પીવડાવ્યુ. પછી તેને હળવેથી પલંગમાં સુવડાવીને ચાદર ઓઢાડી. ઇતિની નિર્જવતાથી તે અંદર સુધી હલબલી ગયો હતો. બહાર ખરતા પરણોનો સરસર અવાજ રાત્રિની નીરવતાને ભેકાર બનાવી રહ્યો હતો. અરૂપ ખુલ્લ આંખે, વ્યથત હૃદયે બારી બહાર જોતો રહ્યો. કદાચ આજે, આ ક્ષણે તે પ્રેમનો અર્ પામ્ય હતો. પણ મોડો.. ખૂબ મોડો. સઘળું ગુમાવી દીધા પછી જ અમુક સત્ય માનવી સમક્ષ ઉજાગર થતા હશે? ક્યાક દૂરથી રેડિયાનો અવાજ અરૂપના કાને અથડાઇ રહ્યો હતો. ‘જીંદગી કે સફર મે ગુજર જાતે હૈ જો મકામ, વો ફિર નહી આતે. ફિર નહી આતે...’ સુનામી કે ધરતીક જેવા કુદરતી તોફાન રહે છે તો એકાદ બે મિનિટ જ. પરંતુ તેની આફટર ઇફેક્થી ઘણીવાર વરસો સુધી મુક્ થઇ શકાતું નથી. પોતાના જીવનમાં આવેલ આ ધરતીક ની અસરમાંથી ક્યરેય મુક્ થઇ શકાશે ખરું? આ ધરતીક કુદરતી ક્યા હતો? આ તો પોતે જાતે જ સરજેલ હતો. પરિણામનાં કોઇ ભાન વિના સરજેલ આ ધરતીકે આજે તેને આ ક્ય મોડ પર લાવી મૂકી દીધો હતો? આ કઇ ઉથલ પાથલ, ક્ય ખળભળાટ તેના પ્રાણમાં જાગ્ય હતો? સદાનો સ્વસ અરૂપ આજે છેક અંદર સુધી હલબલી ઉઠ્ય હતો. પોતે આ શું કરી રહ્યો હતો કે કર્ુ હતું. એવી કોઇ સભાનતા અત્યર સુધી નહોતી જાગી. ઇતિ માટે તેને ખૂબ પ્રેમ હતો અને રખે એ પ્રેમ ઝૂંટવાઇ જાય તો? અંદરના એ અજ્ઞત ભયની સામે તે અભાનપણે ઝઝૂમી રહ્યો હતો કે શું? પ્રેમનો સાચો અર્ બંધન નહીં મુક્ત છે. એ સત્ વિસરાઇ ગયું હતું. આજે એ ભાન થયું ત્યરે? ત્યરે ઘણું મોડું થઇ ગયું હતું. હવે? હવે અરૂપ શું કરે? શું કરી શકે? કોણ આપશે જવાબ? (ક્મશઃ) (લેખિકા અમેરિકા સ્થત સાહિત્કાર છે.) એ પ્રકરણ ઃ ૧૯ નવેમ્બર 7, 2025 (November 1 - November 7, 2025) S20 નીલમ દોશી નવલકથા પાના નં S12 નું અનુસંધાન... ધમનીમાં લોહીને ફાટફાટ વહેવાની ફરજ પડે છે. ફળસ્રૂપ હૃદય કાર્બોજ સહન ન કરી શકતા બંધ પડી જાય છે. આજકાલની ભાગદોડભરી જિંદગી અને રહેણીકરણી તથા દરેક ક્ષેત્રમાં જોવા મળતી સ્પર્ને લીધે અને બજારમાં કે વેપારમાં ટકી રહેવાની મથામણમાં આજની પેઢીને સતત સટ્રગલ કરવી પડે છે. આર્થિક મોરચે મોટી રકમનું રોકાણ અને સામે પક્ષે સ્પર્ને કારણે પ્રોફિટની નીચી ટકાવારી સામે ઊંચા જીવન ધોરણના ખર્ને પહોંચી વળવા મથતા યુવાનો પોતાના ઉપર સતત તણાવ લઇને જીવતા હોય છે. આ તણાવને લીધે ડિપ્રેશન, મૂંઝવણ અને ચિંતાને લીધે ડાયાબિટીસ અને બીજા આનુષાંગિક દર્દ શરીરને ખોખલું કરી નાખે છે. ઉપરથી ચોખ્ખ હવામાન અને ભેળસેળ રહિત ઓર્ેનક ખાનપાનનો અભાવ શરીરની તંદુરસ્ત જોખમમાં મૂકે છે. આવી સ્થિતમાં સતત ભાગતો રહેતો માણસ શારીરિક સમસ્યઓનો ભોગ બને છે. મૂંઝવણ અને સ્ટ્રસ વ્યક્ના હૃદય ઉપર સીધી અસર કરે છે. સરવાળે આવી વ્યક્ હૃદયરોગનો શિકાર બની બેસે છે. કોરોનાનાં કપરા સમય પછી આજકાલ હૃદયરોગના હુમલામાં યુવાનોના જીવ ગુમાવવાના કિસ્સ ખૂબ મોટાં પ્રમાણમાં વધી ગયા છે. કોરોના થયા પછી અનેક લોકોને પોતાનું સ્વાસ્ પહેલા જેવું રહ્યું ન હોવાનું અનુભવાય છે. કોરોના વાઇરસનો હુમલો અને એની આફ્ર ઇફેક્સને લીધે પણ હૃદય સંબંધી બીમારીઓ વધ્યની ચર્ચા પણ આજકાલ જોર પકડી રહીછે પણ, એ બધાની વચ્ચ સ્ની જાગૃતિ અને વ્યક્ગત સંભાળ જ આપણને હૃદય સંબંધી તકલીફમાંથી ઉગારી શકશે. નિષ્ણાત ડોક્રની સલાહ વિના શરીરને અકારણ વધા૨વા કે ઘટાડવાની મનોવૃતતિથી આપણે હંમેશા દૂર રહેવું જોઈએ. જાતે ડાયેટિંગ પ્લાન બનાવવા કે જાતે વેટ લોસ કરવાના અખતરામાં પૂર્ સાવધાની રાખવી બહુ જ જરૂરી બને છે. કુદરતે બક્ષેલ શરીરમાં અકારણ અપ્રાકૃતિક બદલાવની પળોજણમાં ન પડવું જોઈએ. વ્યક્એ પોતાના કાયમી ભૌગોલિક નિવાસ અનુરૂપ દેશી, ઓર્ેનક અને સ્થાનક ખોરાક લેવો જોઈએ. બને ત્યા સુધી બહારનું જમવાનું ટાળવું જોઈએ. વિક એન્માં ફરજિયાત બહાર રેસ્ટરન્માં જમી, સ્ટટસ દેખાડવાના ધખારાથી બચવું જોઈએ. ભાવતી પણ શરીરને નુકસાન કરતી ચીજવસ્તઓથી દૂર રહેવું જોઈએ. બિનજરૂરી કસરતો, ઓવરબર્ન શ્મ અને સતત હોટેલનું ખાવાથી ફરજિયાતપણે આપણે બચવું જોઈશે. જીમમાં સખત પરસેવો પડી જાય એ રીતની અલગ અલગ સખત કસરતો કરવાના બદલે નિયમિત ચાલવું તથા હળવી કસરત કરવી જોઈએ. સામાજિક, ધાર્મિક ઉત્વો વેળાએ સંતુલિત રીતે ગાવું કે નાચવું જોઈએ. હૃદય સ્ટ્રસ અનુભવે એવી તમામ ગતિવિધિઓથી દૂર રહેવું જોઈએ. વેપાર કે ધંધા રોજગાર અથવા નોકરીમાં બિનજરૂરી સમસ્યઓ ઊભી થાય એ રીતે ન વર્વું જોઈએ. અમુક ઉંમર પછી બોડી ચેકઅપ નિયમિત રીતે કરાવતા રહેવું જોઈએ. હંમેશા ઘરનું જ જમવાનો આગ્રહ રાખવો જોઈએ. બેઠાડુ જીવન પદ્ધતમાંથી બહાર આવવું જોઈએ. ‘પહેલું સુખ તે જાતે નર્યા’ની વાત આપણાં શાસ્ત્ર અને વિચારકોએ એમ જ તો નહીં કીધી હોય! માટે આપણે આપણાં આરોગ્ માટે જાતે જ ખેવના રાખવી જોઈશે અને તંદુરસ્ જીવન જીવવા પ્રયત્ કરવો જોઈશે. (લેખક ગુજરાત સરકારના સનદી અધિકારી અને સાહિત્ સર્ક છે) પ્રતિભાવ ઃ [email protected] ઇતિની શૂન્યતા

RkJQdWJsaXNoZXIy NjI0NDE=