Gujarat Times

ફેબ્રુઆરી 6, 2026 (January 31 - February 6, 2026) S12 ચિંતન ખ કેવું હોય? એ આપણને ક્યાથી મળે? આનંદને સુખ કહેવાય કે પછી સુખ એટલે બીજું કાંઈ? ચોક્કસ ભાવ કે અનુભૂતિ એટલે સુખ? સુખ ક્યાથી આવતું હોય છે અને ક્યા જતું રહેતું હોય છે?! આવા અનેક પ્રશ્ન આપણને, આપણા મનને સતત ઘમરોળતા હોય છે. એનું સમાધાન શોધવામાં આપણુ જીવન પૂરું થઈ જાય છે. છતાં આપણને એનું સમાધાન નથી મળતું. કદાચ! આપણે અધકચરી સમજણના સહારે સુખ મેળવવા ઉધામા કરીએ છીએ. એનું પરિણામ એ આવે છે કે આપણે દુઃખને નોતરી બેસીએ છીએ. મોટાભાગે આપણે જાતે ઊભી કરેલી સમસ્યઓ જ આપણને પીડે છે. આવી સમસ્યઓ કે પ્રશ્નના ઘૂમરી લેતા વમળમાં આપણે ફસાઈ જતા આપણા સુખને પામવાના પ્રયત્ન ડૂબી જતા હોય છે. તો હવે પ્રશ્ થાય કે આખરે સુખ એટલે શું? ચાલો સુખને સમજવા આપણે એક પ્રસિદ્ધ ઉદાહરણને સમજીએ. પહાડી વિસ્તરમાં એક સાધુ રહેતા હતા. એક દિવસ તેઓ પોતાના ખભા ઉપર કેટલોક સામાન ઉપાડીને પહાડ ચડી રહ્ય હતા. ઢોળાવ સીધો અને કેડી થોડી સાંકડી હોવાના કારણે ચઢાણ કપરું હતું એટલે સ્વભાવિક સાધુને ચઢાણ ચઢવામાં મુશ્કલી પડી રહી હતી. આમ તો સાધુ એકદમ યુવાન અને સફૂર્તિલા હતા, છતાં એમને થાક લાગી રહ્ય હતો. આ કેડીને આગળ જતા બીજી એક કેડી મળતી હતી. આ બીજી કેડી પર એક બારેક વરસની છોકરી પોતાના ભાઈને ખભા પર બેસાડી પહાડ ચડી રહી હતી. બંને કેડી ભેગી થતાં સાધુ અને પેલી છોકરી બંને સાથે થઈ ગયા. કપરા ચઢાણથી સાધુ થાકી ગયા હતા. હવે એમને હાંફ ચડી રહ્ય હતો. પેલી છોકરી તો બિન્દસ્ રીતે ઢોળાવ ચડી રહી હતી. આ જોઈ સાધુને નવાઈ લાગી. એમણે છોકરીને પૂછયું? ‘દીકરી! તે આટલો બધો ભાર ઉપાડ્ય છે તો તને થાક નથી લાગતો??’ ‘ના કેમ?’ છોકરીએ જવાબ આપ્ય. સાધુ બોલ્ય, ‘ભારથી થાક તો લાગે જ બેટા! તે પણ માથે ભાર ઉપાડેલો છે, મે પણ માથે ભાર ઉપાડેલો છે. વળી, પહાડીનો ઢોળાવ કપરો છે. હું તો ભારથી થાકી ગયો છું.’ સાધુની વાત સાંભળતા જ છોકરી બોલી. ‘મહારાજ! તમે માથા પર ભાર ઉપાડ્ય છે એટલે તમને ભાર લાગે છે. મે મારા માથે ભાર નહીં, મારો ભાઈ ઉપાડ્ય છે એટલે મને ભાર નથી લાગતો.’ છોકરીની આ વાત સાધુ માટે જ નહીં, આપણા માટે પણ મોટા ઉપદેશ સમાન છે. ભાર લાગે છે ત્યરે થાકી જવાય છે, ભાવ જાગે છે ત્યરે સુખ અનુભવાય છે. સાધુ પોતે માથે સ્થળ ભાર લઈને તો ફરતા જ હતા, પણ છૂપી રીતે એમના માથે સાધુતાના વેશનો પણ સુક્ષ ભાર હતો. આ ભાર અને આ ભાવ સાધુને સુખી થવા દેતો નથી. છોકરી પાસે ભાઈના સુખનો આનંદ હતો. સાધુ પાસે એ નહોતું. આપણે પણ પેલા સાધુ જેમ જીવીએ છીએ એટલે સુખથી વંચિત રહી જઈએ છીએ. સુખ શોધવાની મથામણમાં આપણે અસુખને શોધી લાવીએ છીએ. કસ્તરી મૃગની નાભિમાં કસ્તરી હોય છે, તો પણ મૃગ કસ્તરીને શોધવા આમ તેમ વલખા મારે છે. એના આ વલખા એને પીડા અને થાક આપે છે. ભટકતું મૃગ શિકારીની નજરે ચડી મોતને ભેટે છે. શિકારી સુગંધિત કસ્તરી મેળવી લે છે. આપણે પણ મૃગ જેમ ભટક્ય કરીએ છીએ. સુખરૂપી કસ્તરી આપણી પાસે હોવા છતાં એને બહાર શોધવા વલખીએ છીએ. આ વલખામાંથી દુઃખ જન્મ છે. સુખ તો આંતર ચેતનામાંથી પ્રગટતું હોય છે. જેના સુખની સરવાણી આવી ચેતનામાંથી પ્રગટી હશે એને અવિરત આનંદ મળ્ય કરવાનો છે. જેને એમ નથી એને સુખ શોધવા ગયે પણ જડવાનું નથી. સુખ એટલે શું? એની સમજ શ્રમદ્ ભગવદ્ ગીતામાં ખૂબ સરસ રીતે આપવામાં આવી છે. ગીતામાં કહ્યુ છે કે, ઘણીવાર આપણે ઇનદ્રય સ્પર્ને જ સુખ માની બેસીએ છીએ. આમ થવાથી આપણી આજુબાજુ એક પ્રકારની ભ્રમણા પેદા થાય છે. ઇનદ્રય સ્પર્ સાથે મનનું જોડાણ થયા પછીની અવસ્થ જ સાચું સુખ નિષ્ન્ કરી શકે છે. બીજી રીતે કહીએ તો સુખ સાપેક્ષ હોય છે. એકના સંદરભે બીજાને સુખની અનુભૂતિ થતી હોય છે. ઘણીવાર એક માટેનું દુઃખ બીજા માટે સુખ નિષ્ન્ કરતું હોય છે. મા દીકરાને જન્ આપતી વખતે જે પીડા અનુભવે છે એ પીડા માતા માટે પરમ સુખની અનુભૂતિ લઈને આવે છે. અર્થાત્ અહીં અસહ્ પીડા પરમ સુખ બની જાય છે. આનો મતલબ એવો કરી શકાય કે સુખની પ્રાથમિક શરત છે, સમર્ણ. જ્યા સમર્ણનો ભાવ છે, જ્યા અસીમ પ્રેમની ગંગા વહે છે, ત્યા સાચું સુખ અવિરત રહેવાનું. મનની શાંતિ અને સંતોષ જ આપણને સાચું સુખ આપી શકે છે. સ્ળ, કાળ અને સ્થતિ પ્રમાણે સુખની અનુભૂતિ બદલાઈ શકે છે, પણ શાંતિ અને સંતોષ હોય તો આપણે ગમે ત્યા હોવા છતાં સુખને પામી શકીએ છીએ. ટૂંકમાં કહેવું હોય તો કહી શકાય કે, આંતર ચેતનામાંથી સફૂટ થતી ભાવનાભૂતિને એટલે સુખ. સુખ એક રીતે લક્ષણ નહીં, સ્થતિ છે. સુખ સાધ્ છે તો મનની શાંતિ, સંતોષ, આનંદ વગેરે એના સાધન છે. આપણે ઘણીવાર જોયું છે કે, કેટલીક વ્યક્ઓ નાની નાની વાતોમાંથી દુઃખ શોધ્ય કરે છે. પછી પોતે દુઃખી થાય છે ને બીજાને ય દુઃખી કરે છે. સામે પક્ષે અમુક વ્યક્ નાની નાની બાબતોમાંથી સકારાત્કતા શોધતી જોવા મળે છે. આવી વ્યક્ નાની નાની વાતોમાંથી સુખ વીણી વીણીને એકઠું કરે છે અને પોતે તો સુખી થાય છે, પણ બીજાને પણ સુખી કરે છે એટલે કહી શકાય કે સુખને વધારી પણ શકાય છે અને ઘટાડી પણ શકાય છે. માટે આપણે સુખ ઘટાડવાના બદલે વધારતા શીખી જવું જોઈએ. ( અનુસંધાન પાન નં. S21 પર) ડૉ. રવજી ગાબાણી સુ સખ અંદરથી આવતં હોય છે... જીવનમાં દરેક વ્યક્ને સ્વકારની અપેક્ષા હોય. કોઈક તેની પીઠ થાપડે એવી આશા હોય. દરેકને અભિવ્ક્ થવું છે. અભિવ્યક્ના મૂળમાં સંવેદના છે. ‘સંવેદના’ પારકાને પણ પોતાના બનાવી દે છે. ‘સંવેદના’ શબ્માં પણ મોટો હિસ્સ ‘વેદના’નો રહેલો છે. ‘વેદના’થી સંવેદના સુધીની સફર સુહાની હોય છે. છોકરું સાયકલ ચલાવતા ચલાવતા પડી જાય, હાથ છોલાઈ જાય અને બળતરા થાય તેને વેદના કહેવાય. પણ, જો કોઈક અજાણ્ય છોકરો સાયકલ ચલાવતા ચલાવતા રસ્ત ઉપર પડે, છોલાય અને લોહી નીકળે. આ દ્શ્ જોઈ બીજા છોકરાને વેદના થાય, એની મદદે દોડી જાય, એના ઘા ઉપર ફૂંક મારે, મલમ લગાવે તેને ‘સંવેદના’ કહેવાય. જ્યરે જ્યરે ચિત્તમાં કોઈકની સારી વાત ચોંટી જાય ત્યરે હૃદયના ઊંડાણમાંથી ‘મોજ’ આવે છે પણ એવી જ રીતે જ્યરે જ્યરે કોઈની તકલીફ કે મુશ્કલી જોઈને ‘સોચ’ બદલાય અને હૃદયમાંથી ચિત્કર નીકળે એ જ ‘સંવેદના’નું સુવાળુ અને રૂપકડું સ્રૂપ છે. સારા માર્દર્ક-લીડર વાતો કરવાથી બની જતા નથી. સંવેદના જેના હૃદયમાં ઠાંસી ઠાંસીને ભરાયેલી હોય એ આપો આપ સન્મન મેળવવા લાયક બની જતો હોય છે. આવા લોકો માર્દર્કની ભૂમિકામાં આવી જતા હોય છે. એમને ઇચ્છ હોય કે ન હોય અન્ માટે સંવેદનશીલ વ્યક્ઓ પ્રેરણાસત્રો બની જતા હોય છે. ‘લીડર’ બની જવું આસાન નથી, પાંચ-પચ્ચસ લોકોના સિનિયર અધિકારી બની જવાથી, ‘બોસ’ બની જવાથી ‘લીડર’ બનવાની ક્વોલટી વિકસતી નથી. ‘બોસ’ને ખુરશીનું સન્મન મળતું હોય. ‘લીડર’ને હૃદયનું સન્મન મળે. ‘ઓર્નાઇઝેશનલ હાઈરારકી’ના કારણે મોટાભાગે ‘બોસ’ની વાતનો વિરોધ ન થતો હોય. ‘લીડર’ના પ્રત્યક શબ્દ સરઆંખો ઉપર હોય. ‘બોસ’ સાથે દિલનું કનેકશન ‘ઝીરો’ હોય છે. ‘લીડર’ સાથે સંવેદનાસભર જોડાણ હોય છે. જ્યરે કોઈપણ ક્ષેત્માં કોઈ ટીમના નવા લીડરનું આગમન થાય ત્યરે આ ટીમ લીડર માટે શરૂઆતનો થોડો સમય સૌથી અગત્નો હોય છે. લીડરની ‘સંવેદના’ને સતત પ્રતિપળ લોકો માપતા હોય છે. સંવેદનાનું માપ લેવા માટેની ફૂટપટ્ટમાં વર્ણૂકના આંકા હોય છે. રાતોરાત સ્ભાવ બદલીને સંવેદનાસભર વર્ન કરવું શક્ નથી. સંવેદના તો સ્ભાવમાં હોય. ચહેરા પર ચહેરો ઓઢીને એકાદ સંવેદનાસભર વર્નના ઢોંગને લોકો સુપેરે સમજી જતા હોય છે. સાચા અર્માં તો જ્ઞન એ જ માનવીની સૌથી મોટી તાકાત અને બચાવ છે. જ્યરે ખૂબ વાંચન, મનન અને મંથનની પ્રકરિયા થાય ત્યરે માહિતીના પૃથક્કરણ સાથે જ્ઞનનો પિંડ બંધાય અને જ્ઞનનો પિંડ ‘સંવેદના’ના સથવારે સાથીઓમાં વહેચાય ત્યરે સાથીઓ ‘બોસ’માં ‘લીડર’ના દર્ન કરે છે. લીડર ‘સંવેદના’થી છલોછલ ચોક્કસ ભરેલો હોવો જોઇએ. જે ખોટું છે, જ્યા પરિણામની પ્રાપ્ત નથી, જેનો માર્ અવળો છે ત્યા સ્ષ્ટત સાથે ધ્યન દોરાય. અન્ના સ્વાભમાન જળવાય અને સન્મન સાચવીને સાચો માર્ પ્રદર્શિત થાય ત્યરે સન્મન પ્રાપ્ થાય. જ્યરે અન્ની કોઈ ભૂલ થાય ત્યરે એની પડખે ઊભા રહી તેની સાથે હસતા હસતા, પ્રેમપૂર્ક ચાલીને ભૂલ સુધારે એ જ ખરો ‘લીડર’. આમ તો જે વ્યક્ હંમેશ કંઇક શીખવાની ખેવના સાથે જીવન જીવતો હોય છે. પ્રત્યક કાર્માંથી કંઈકને કંઈક નવું પ્રાપ્ કરતો હોય છે. આલ્બ્ આઇન્સ્ઇન જેવા મહાન વૈજ્ઞાનક પણ કહેતા કે, ‘હું જ્ઞન સાગરના તટે છીપલાં વીણતો બાળક છું.’ ઘણા સંવેદનહિન લોકોની ફિતરત એવી હોય છે કે, સામેવાળાનું મોં બંધ કરાવી દે. એના વિચાર અભિવ્ક્ જ ન થવા દે. એની વાત જ ન સાંભળે. ‘હું તારો ‘બોસ’ એટલે હું કહું એ જ સાચું’. એવી માનસિકતા માર્દર્કની ક્યરેય ન હોય. આવા લોકોને ક્યરેય સન્મન ન મળે. માર્દર્ક-લીડર હંમેશા અન્ની વિચારધારાને સન્મનપૂર્ક શાંતિથી સાંભળે. એમાં પોતાના અનુભવ અને માહિતીને જોડે. પછી એનું પૃથક્કરણ કરી નિર્ય લેતો હોય છે. અન્નું મોં બંધ કરાવવા કરતા, એ વ્યક્ ખુલ્લ દિલે વાત કરે અને એના વિચારો જાણવા મળે એવું સૌહાર્પૂર્ વાતાવરણ નિર્માણ કરે એ માર્દર્ક. લીડર અન્ ઉપર જવાબદારી નાખવાને બદલે સ્યં પોતાના ખભા ઉપર જવાબદારી લેતો હોય છે. મહત્ના અને અગત્ના કાર્માં ટીમ મેમ્રના માથે જવાબદારી ફેકવાની મનોવૃત્તિ ‘બોસ’ની પ્રતિભાને ઝાંખી પાડી દે છે. એક મલ્ટનેશનલ કંપનીના ઉચ્ અધિકારીએ વિદેશી ડેલિગેશન સાથે અગત્ના ડીલમાં ટીમ મેમ્રના નામે દસ્તવેજો તૈયાર કરાવ્ય. વિદેશી કંપનીના વરિષ્ અધિકારીઓના મનમાં આ કંપની અને તેના ઓર્નાઈઝેશનની છાપ તો ઝંખવાઈ અને સાથી ટીમ મેમ્બર્ના દિલમાં પણ ‘બોસ’ના બેજવાબદારી પૂર્કના વર્નની નકારાત્ક અસર પડી. લીડર અનુભવ અને વાંચનના આધારે પ્રત્યક પરિસ્થતિને ઉચિત ઉદાહરણોથી સુલજાવે. જ્યરે પણ વિપરિત પરિસ્થતિ આવે ત્યરે લીડર ભૂતકાળના અનુભવોના પટારામાંથી યથાયોગ્ પાના-પક્કડ નીકાળી મુશ્કલીમાંથી માર્ આપે. બધાની સાથે જ્ઞનપૂર્ક હસતા-ખેલતા આગળ વધે ત્યરે આસપાસના સૌ કોઈનું મસ્ક આદરથી ‘લીડર’ સામે ઝૂકે. એકવાર એક સંસ્થના અધિકારી તેમના બોસને એક કામમાં આવેલી મુશ્કલી અને એના હલને લઈને વાત કરવા ગયા. બોસે એ અધિકારીની વાત સાંભળી ન સાંભળી અને તાડૂકી ઊઠ્ય. ‘આમ કરો, તેમ કરો. આની પાસે જાવ, તેની પાસે જાવ... તમને કશી ખબર જ નથી પડતી... હું કહંુ એમ જ કરો... વગેરે વગેરે.’ પેલો અધિકારી બિચારો મુશ્કલીનો સચોટ ઉપાય લઈને માત્ બોસને જાણ કરવા આવ્ય હતો. બોસના ‘બોસીઝમ’ સામે મુશ્કલીનો હલ એ અધિકારી ‘બોસ’ સામે બોલી જ ન શક્ય. પરિણામે જે કાર્ આસાનીથી પૂરું થવાનું હતું તેમાં બિનજરૂરી ઘણો વધારે સમય ગયો અને ‘સંવેદનહિનતા’નું તત્ સંબંધો તોડતું રહ્યુ એ નફામાં. સંવેદનાસભર વર્ન એ વ્યક્ની સૌથી મોટી સંપત્તિ છે. રૂપિયા પૈસા તો ચોર-સ્ગલર કે ગણિકાઓ પાસે પણ હોય છે. વ્યક્ જ્યરે કોઈ કામ કોઈના માટે સારી રીતે કરે છે, ત્યરે હંમેશા ‘ફિલ ગુડ’ સ્થતિમાં હોય છે. એને હૃદયના ઊંડાણમાંથી આનંદ થતો હોય છે. જ્યરે જ્યરે બીજાને માટે સારું કરીએ ત્યરે આપણને હૃદયથી અને મનથી એમ લાગે કે, હું આનંદમાં છું, હું આસમાનમાં છું. સંવેદનશીલ વર્ન બોસીઝમ મીટાવીને લીડર-માર્દર્ક બનાવે છે. સાચા અભિપ્રાય વગર ‘હા’ માં ‘હા’ મિલાવે જાય અને પ્રસંશા થાય ત્યરે ચોક્કસ સમજી લેવું પડે કે આ ખાલી વ્ક્ થતો રાજીપો માત્ છે. ચિંતક બ્રડ હર્્ કહે છે કે, ‘સાચી લાયકાત વગર થતી વાહવાહી એ માત્ ને માત્ વરખ ચડાવીને કરાતી મશ્રી માત્ છે.’ સ્યં જાતને પુછતા રહેવું પડે કે, શું ખરેખર સન્મન મેળવવા લાયક છું? લીડર બનીને માર્દર્ન કરી રહ્ય છું કે માત્ ‘બોસીઝમ’ના ‘ઇઝમ’ને જ પોષી રહ્ય છું. (લેખક જાણીતા સર્ક અને ગુજરાત સરકારમાં પૂર્ અધિક માહિતી નિયામક છે. પ્રતિભાવઃ [email protected]) પલક તરિવેદી તમે લીડર બનીને ખરેખર માર્દર્ન કરી રહ્ય છો કે માત્ ‘બોસીઝમ’ના ‘ઇઝમ’ને જ પોષી રહ્ય છો? ‘બોસ’ને ખરશીનં માન મળતં હોય છે જ્યરે ‘લીડર’ને હૃદયનં સન્મન મળે છે.

RkJQdWJsaXNoZXIy NjI0NDE=