Gujarat Times

Magazine Section Gujarat Times May 1, 2026 આજનું ગુજરાત એ ફકત 1960થી અમલમાં આવેલ એક ભૌગોલિક રાજય માત્ર નથી, પરંતુ સદીઓથી ઘડાયેલ, રસાયેલી એક સંસ્કૃતિ છે. એનો પીંડ ફકત એની ભૌગોલિક સીમાથી જ નહીં, પરંતુ એની સાંસ્કૃતિક વિરાસતથી પુષ્ટ થયેલો છે. પહેલી મે એ આજના ગુજરાતનો જન્મદવસ છે. એનું મહત્ ઓછું ના આંકી શકાય, પરંતુ ગુજરાતની અસ્મતા પ્રચીન છે સેવા, સાહસ, ભકિત અને વેપાર એ એનાં આગવાં અંગો છે. મૂળભુત રીતે ગુજરાતી પ્જા વેપાર વાણિજ્ સાથે સંકળાયેલ સમુદાય છે. નાણાં અને ધીરધાર કે ઉદ્યગ અને સાહસ એને શીખવવાં પડતાં નથી. એ એનો સહજ ગુણ છે... આધુનિક ભાષામાં કહીએ તો એ એના ડી.એન.એ.માં છે. ગુજરાતી ભાષા બોલનારા લોકો જુદા જુદા ભૌગોલિક વિસ્તરોમાં વેરવિખેર હતા ત્યરે ગુજરાતી ભાષા બોલનારાઓનું મહાગુજરાત રાજય બનવું જોઈએ એવો એક ઐતિહાસિક ઠરાવ ઇ.સ.1938માં એક વિશાળ સંમેલનમાં થયો હતો. પરંતુ આમ છતાં સ્તંત્ર ભારતમાં ભાષાવાર રાજયોની રચના થતી હતી ત્યરે ઇ.સ.1956માં ગુજરાતને અલગ રાજય નહી, પરંતુ દવિભાષી મુંબઈ રાજયનો એક હિસ્સ બનાવવામાં આવ્યુ. એ પછી ગુજરાતના લોકો સંગઠિત થયા જેને ઇન્દલાલ યાજઞિક જેવા લોકનેતાનું નેતૃત્ પ્રપ્ થયું અને શરૂ થયું મહાગુજરાત આંદોલન અને એની ફલશ્રુત સ્રૂપ પહેલી મે 1960ના રોજ આજના ગુજરાતનો જન્ થયો... જે આજે સમગ્ર દેશમાં એક અગ્રેસર રાજય તરીકે નામના પામી ચુક્યુ છે. દેશ અને દુનિયામાં ગુજરાતનો આજે દબદબો છે. સાડા છ દાયકાની એની સફર રોમાંચક જ નહીં યાદગાર પણ છે. બૃહદ મુંબઇ રાજ્માંથી એ અલગ પડયું ત્યરે ગુજરાતી ભાષા બોલતા અન્ પ્દેશો સૌરાષટ્ર અને કચ્ પણ એની સાથે ભળ્ય. અને જે 'ત્રિદલ' રચાયું, એ ગૌરવશાળી ગુજરાત. મુળ મુંબઇ રાજ્માં પણ ગુજરાતીઓનો દબદબો જબરજસ્ હતો.ભાષાવાર રાજયોની રચના થતાં મહા ગુજરાત આંદોલન થયું. સમગ્ર ગુજરાતી પ્જામાં એક ચેતનાનો સંચાર થયો. ઇન્દલાલ યાજઞિક જેને લોકો હુલામણા નામ ઇંદુચાચા તરીકે ઓળખતા હતા. એમણે ગુજરાતની આ માગણી અને લાગણીને અડગ લિડરશીપ આપી અને એ રીતે રચાયું ગુજરાત...! એક પ્દેશ તરીકે તો ગુજરાત ભારતના નકશામાં સદાય અંકિત રહયું છે. કયારેક એની સીમાઓ માળવા સુધી તો ક્યરેક મારવાડ અને માઉન્ટ આબુ સુધી એમ વિસ્રતી રહી છે. ચક્રવરતી ગૂર્રો અને એના પરાક્રમી શાસકો દ્વરા ગૂર્રાત વિસ્રતું રહ્ય જે ક્રમશ: ગુજરાત નામનો ભૌગોલિક પ્દેશ બન્ય. ભારતના રાષટ્રગીતમાં પણ ગુજરાતનો ઉલ્લખ બહુ ગૌરવશાળી રીતે થાય છે.. ગુજરાત એ ફકત એક ભૌગોલિક આકાર નથી. સાચું ગુજરાત એની સાહસિકતામાં છે. વેપાર વણજની એની સૂઝમાં છે. દરિયાઇ સફરોમાં છે. સંતો અને ભકતોની પાવન ધારાઓમાં છે. ખેતી અને પશુપાલનના હૂન્રમાં છે. એના ઔદ્યોગક વિકાસમાં છે. ડેરી ક્ષેત્ર કરેલી શ્વતક્રાંતિમાં છે. સંત સરવાણીઓમાં છે. સદાવ્રતોમાં છે. કવિઓ અને લેખકોની સંવેદનાઓમાં છે. ગુજરાત એક ભાવનાત્ક જગત છે. જે જગતભરમાં ફેલાયેલા ગુજરાતીઓને એક તાંતણે બાંધી રાખે છે. નરસિંહ મહેતા એ ગાયેલું વૈષ્વજન ભજન એ એની આંતરિક ઓળખ જેવું છે. પરાઇ પીડ જાણવાની એની અભિલાષા મહાત્મ ગાંધીને દરિદ્રનારાયણ માે ની અનુકંપા સુધી લઈ જાય છે. આજની ગુજરાતી ભાષાની ઉંમર એક હજાર વરસની છે. નરસિંહ મહેતાએ એને એક ચોક્કસ આકાર આપ્ય. નરસિંહનાં પ્ભાતિયાં એ ગુજરાતની સિગ્નચર યૂન કહી શકાય. ગુજરાતી ભાષાને જોશ આપ્યુ નર્દ નામના વીર કવિએ. એણે જય જય ગરવી ગુજરાત જેવું ગૌરવગાન લખી, એક ભવ્ પ્ભાતની છડી પોકારી હતી.સિધ્રાજ જયસિંહના સમયને ગુજરાતનો સુવર્કાળ કહેવાય છે. એવો સમય સતત ગુજરાતમાં ઝળહળતો રહે એવી એને આશા હતી. નર્દ એ ગુજરાતનું જોમ હતો, જૂસ્સ હતો. એ સુધારાનો છડીદાર હતો. પ્રમાનંદનાં આખ્યનો અને માણસ ઉપર થતું ગૌરવગાન ગુજરાતી ભાષાને ઓજસ આપવામાં ઐતિહાસિક હતું. મહાત્મ ગાંધી અને સરદાર પે લની દેશસેવા ગુજરાતને ોચ ઉપર લઈ ગઈ. ગાંધીયુગના કવિ ઉમાશંકર જોશીએ યથાર્ રીતે ગાયું છે કે, મળતાં મળી ગઈ મોંઘેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે... એક જમાનો હતો કે દરિયાઇ સાહસો અને સમુદ્રની સફરમાં ગુજરાતી લોકોનો દબદબો હતો. વાસ્કડી ગામાએ જે દરિયાઇ શોધો કરી એમાં આપણા ખારવાઓ અને ંડેલની ભૂમિકા નિર્ણાયક હતી. ગુણવંતરાય આચાર્ની નવલકથાઓની નાયક સાહસિક ગુજરાતીઓ અને એમની પરાક્રમકથાઓ વાંચતાં રોમાંચ થઈ જાય છે. ગુજરાતના સંતો અને એમની સેવાઓ અને સતત ચાલતાં સદાવ્રતો સીમાચિહ્નરૂપ ઘ નાઓ છે. સ્વમીનારાયણ ભગવાન, જલારામ બાપા, બગદાણાના બાપા સીતારામ કે આપા ગીગા જેવા મહામાનવોએ જગાવેલી માનવતાની મહેક હજુ પણ ચાલી રહી છે. પૂજ્ રવિશંકર મહારાજ, ઠકકર બાપા, જુગતરામ દવે જેવા ગાંધીવાદીઓએ સામાજિક ઉત્થન માે કરેલા પ્યાસો એની શાન છે. ગુજરાત એ લે સેવા. આપતતિ સામે અડીખમ રહી ફરીથી ચેતવ્ય થઈ બહાર આવવું એ પણ એની ખાસિયત રહી છે. સાડા છ દાયકાની એની ગૌરવપૂર્ સફર આપણા સહુના સહિયારા પ્યાસોની દેન છે. ભારતમાં એની ઓળખ એક પ્ગતિશીલ રાજય તરીકે થાય છે. ગુજરાત એ લે વિકાસની હરણફાળ. સાહસિક ઉદ્યગપતિઓની ભૂમિ. દેશ અને દુનિયાને દિશા આપે એવા રાજપૂરૂષોની ધરતી. ઉત્રમાં અંબા માત અને એની ધજા આધ્યાત્કતાની એક લહેર પ્સરાવે છે આખા જગતમાં. પશચિમમાં સોમનાથની શાન. સુવર્નગરી દ્વરકાનો વૈભવ. પૂર્માં શામળાજીનો રણઝણિયો મેળો અને કાળિયા ઠાકરેની કપા. દક્ષિમાં તાપી નર્દા અને ભૃગુ કચ્ એ લે કે ભરૂચનો વૈભવ. કુંતેશ્ર મહાદેવનો દબદબો. આધુનિક ગુજરાતની આગવી ઓળખ એ લે વિશ્ની સૌથી ઉંચી પ્રતમા સ્ટેચ્ય ઓફ યુ અને સરદાર સરોવર ડેમની કમાલ... એક અદભુત નજારો બની જાય છે ગુજરાત! ગુજરાત એ લે ગરિમા, સાહસ, ડહાપણ અને કોઠાસૂઝ. વેપારધંધાનો ઇલમ, હરિયાળી ક્રાંતિ કે શ્વત ક્રાંતિની સાફલ્ગાથા. ગુજરાતી ભાષાનો એક આગવો અંદાજ છે. એના ગરબા અને લોકગીતોનો ગજબ વારસો છે. ચંદ્રકાંત બક્ષ એને મહાજાતિ ગુજરાતીઓનો સમૂહ કહે છે. કવિ ખબરદાર કહે છે અર્પ દઉં સો જન્ એવડું મા તુજ લ્હણુ... આપણે સહુ એનાં વહાલસોયાં સંતાનો છીએ. એના જન્મદવસનું મહિમાગાન કરી એનું ગૌરવગાન કરીએ, જય જય ગરવી ગુજરાત! દીસે અરુણુ પરભાત. (લેખક પૂર્ સનદી અધિકારી તથા સાહિત્પ્રમી છે.) પ્રતભાવઃ [email protected] આ મળતાં મળી ગઈ મોંઘેરી ગુજરાત... ગુજરાત મોરી મોરી રે...! રમેશ ઠક્કર ગુજરાત ટાઈમ્સના 28મા વર્ષે મંગલ પ્રવેશ પ્રં ગે ૌને શુભકામનાઓ ગુજરાત રાજ્યના 67મા સ્થપના દિવ નિમિત્ત ૌને શુભકામનાઅો

RkJQdWJsaXNoZXIy NjI0NDE=