Gujarat Times

મે 1, 2026 (April 25 - May 1, 2026) S12 ચિંતન સ રૂમમાં બેઠેલા પ્રત્યક ભુલકાઓના દિલમાં તેમની સામેથી બોલતા શિક્ષકની તસવીર ‘રોલ મોડેલ’ની જેમ ઉજાગર થતી હોય છે. આ છબી કેવી અને કેટલી ઉપસાવવામાં આવે છે તે શિક્ષક ઉપર નિર્ર હોય છે. એક બાળકને ઘડીને સમાજને અર્પિત કરવાનું પવિત્ર કામ શિક્ષકનું છે. સંસ્કર વગર અપાયેલું અક્ષરજ્ઞન કાગળના ફૂલો જેવું હોય છે. દેખાવ તો રૂપકડો લાગે પણ એમાં સુગંધ ન મળે. બાળકનું હૃદય કાચ જેવું સાફ હોય છે. એને ઉપદેશો નહીં ઉદાહરણ જોઈએ. શિક્ષકનું ઉદાહરણીય વર્ન એના કોમળ હૃદય ઉપર જડબેસલાક રીતે અંકીત થઈ જાય છે. ગુજરાત અને મહારાષ્ટ્રની સીમાઓને અડીને આવેલા મોટી દેવરૂપેણ ગામમાં આવેલી પ્રાથમિક શાળાના શિક્ષક ઉત્લભાઈના ઉદાહરણીય શિક્ષણ કાર્ની નોંધ લેવી પડે એમ છે. નાના એવા ગામમાં કામ કરતા આ શિક્ષકે મોટી વૈચારિક છલાંગ મારી છે. ઉત્લભાઈએ એમની જમીનમાં ૫૦ હજાર જેટલા વૃક્ષો ઉછેર્યા છે. એમણે અઢી એકર જેટલા વિસ્તરમાં જાંબુ, બોર, જમરૂખ, ચેરી વગેરે ફળાઉ રોપા ઉછેર્યા છે. એમના ‘ફ્રુટ ગાર્ન’નું જતન દાદ માગી લે એવું છે. શાળાના બાળકોને સમયાંતરે ઉત્લભાઈ એમના ફ્રુટ ગાર્નમાં લઈ જઈને છોડનું જતન કરવાનું પ્રત્ક્ષ શિક્ષણ આપે છે. વિદ્યાથીઓ ફ્રુટ ગાર્નમાં છોડની માવજત કરતા કરતા ફળ તોડીને મોજથી ખાય ત્યરે એને ખ્યલ આવે છે કે, એક ફળ તૈયાર કરવામાં કેટલો પરિશ્રમ કરવો પડે છે. ઉત્લભાઈના વિદ્યાથીઓ ફ્રુટ ગાર્નમાં ગમ્ત સાથે જ્ઞન પ્રાપ્ કરી રહ્ય છે. સરગવો જબરો ગુણકારી અને વધે પણ ખુબ ઝડપથી. આ શિક્ષકવીરે ગયા વર્ષે તેના ખેતરમાં સરગવાના હજારો બી રોપ્ય હતા. આજે એક વ બાદ તેમની વાડીમાં અસંખ્ સરગવાના ઝાડ સરસ ડેવલપ થઇ ગયા છે. આસપાસના ગામના ૬૦ થી ૭૦ ટકા લોકો ઉત્લભાઇની વાડીનો સરગવો ખાતા થઇ ગયા છે. તાજેતરમાં ઉત્લભાઈએ એમના વિદ્યાથીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે એક સરસ વિચાર અમલમાં મૂક્ય છે. એમના એક મિત્ર પાસેથી ૨૦-૨૫ રૂપિયામાં ચંદનના રોપા એમણે ખરીદ્ય છે. એમના દરેક વિદ્યાથીને ઉત્લભાઈ એક ચંદનનો રોપો આપે છે અને કહે છે, ‘આ ચંદનના રોપાને ઘરના આંગણાંમાં વાવીને બરાબર માવજત કરજો. તમે કોલેજમાં જશો ત્યરે આ છોડ તમને મોટર સાઈકલ અપાવશે.’ આની પાછળ એમનું લોજિક એ છે કે, ચંદનનો છોડ પાંચેક વ માં ખાસ્સ મોટો થઈ જતો હોય છે. ચંદનના છોડની ડાળીનો એક કિલોનો બજાર ભાવ આજે રૂ. ૧૮૦૦ જેટલો હોય છે. પ્રાથમિક શાળામાં ભણતો વિદ્યાથી પાંચ સાત વર્ષે જ્યરે કૉલેજમાં જવા માટે સજ્જ થાય ત્યરે આ ચંદનનું વૃક્ષ એની આર્થિક તાકાત બની શકે છે. એમની શાળાના બાળકો હોંશે હોંશે ચંદનના રોપાની સાર સંભાળ લઇને એને ઉછેરી રહ્યા છે આ શિક્ષકના પ્રકૃતિપ્રેમનો ઇતિહાસ રસપ્રદ છે. ઉત્લભાઈને બાળપણથી જ વૃક્ષો અને જંગલો પ્રત્ય લગાવ થવાના મૂળમાં એમના પિતા ભરતભાઈ છે. પિતા બાળ ઉત્લને રોપાઓ ઉછેરવા અને માવજત કરવા હંમેશા સાથે લઈ જતા. શરૂ શરૂમાં એમને કંટાળો આવતો. પછી તો યુવાનીના ઉંબરે પગ મુકતા સુધીમાં ભાઇ ઉત્લને જંગલ, વૃક્ષો, પહાડો, નદીઓ, પશુ, પંખી વગેરે સાથે જબરજસ્ લગાવ થઇ ગયો. દોઢ બે દાયકા પહેલાં એક દિવસ ઉત્લભાઈ એમના મિત્ર સાથે નર્દા જિલ્લ પાસેના સાતપૂડાના જંગલોમાં ટ્રેકીંગમાં ગયા ત્યરે એમની નજર પુવલો પર પડી. મુસળીને આદિવાસી વિસ્તરમાં પુવલો કહે છે. જંગલમાં પુવલો ક રતી રીતે જ વિપુલ પ્રમાણમાં ઉગતી હોય છે. આદિવાસી બાંધવો પુવલાની ભાજી ટેસથી ખાય છે. ઉત્લભાઈએ પાંચ-સાત મુસળીના છોડ મુળ સાથે ઉખાડીને પોતાની થેલીમાં મૂકી દીધા. ઘરે આવી કંડામાં એ રોપી દીધા. પરંતુ થોડા દિવસોમાં આ છોડ મુરઝાઈ ગયા. આ જોઈને એ ખૂબ વ્ક્થત થઈ ગયા. એમનો આ પ્રથમ પ્રયોગ નિષ્ફળ નીવડ્ય પણ અહીંથી એમની પ્રકૃતિ પ્રેમની યાત્રા સડસડાટ ચાલી. ઉત્લભાઈના વૃક્ષો અને પ્રકૃતિ પ્રેમના કારણે દુર્ભ પંખીઓની સંખ્ય પણ કિલ્લલ કરતી વધી રહી છે. એમણે યુ-ટ્યબ ઉપર જાપાનના મિયાવાકી વૈજ્ઞાનકના સંશોધન અહેવાલ દ્વરા જાણ્યુ કે, ક રતી રીતે જંગલો બનતા ૨૦૦થી ૩૦૦ વર્ષો લાગતા હોય છે પરંતુ સિસ્ટમેટિક એપ્રોચથી વ્ક્ત ત્રણથી પાંચ વ માં ગાઢ જંગલનું નિર્માણ કરી શકે છે. એમણે આ મિયાવાકી સંશોધનના આધારે જ અઢી એકર વિસ્તરમાં પ્રગાઢ જંગલ ઊભું કરવાનું બીડું ઝડપ્યુ છે. મુળ સ્ભાવે શિક્ષક અને એમાં ભળી પ્રકૃતિના લગાવની વૈચારિકશક્ત. પછી તો પુછવુ જ શું, આ શિક્ષકે ગુજરાત અને મહારાષ્ટ્રની સીમા ઉપર એકલા હાથે નંદનવન ખડુ કરવાની દિશામાં પગરણ માંડ્ય છે. સાથે સાથે વિદ્યાથીઓને અનુભવ શિક્ષણના પદાર્પાઠ પણ શિખવતા જાય છે. પેલી કહેવત છે ને કે, ‘કવામાં હોય તો હવાડામાં આવે’ એ સાચુ પણ ખરેખર તો એમ કહેવું જોઈએ કે, ‘જેવું કવામાં હોય એવું જ હવાડામાં આવે’. એટલે સીધી વાત કે જો શિક્ષકનું વર્ન અનુકરણીય હશે તો વિદ્યાથી અવશ્ સાચા અર્માં જીવનના પદાર્પાઠ મેળવી શકશે. ગાંધીજીના ગુરુ શ્રીમદ્ રાજચંદ્રજી કહેતા કે, જ્ઞન તો દોરો પરોવેલી સોય જેવું હોય છે. દોરો પરોવેલી સોય કદી ખોવાતી નથી એમ જ્ઞન પરોવેલી જિંદગીથી સંસારમાં ભુલા નથી પડાતું. જાગૃત શિક્ષક બાળકની જિંદગીમાં જ્ઞન પરોવવાનું કાર્ કરે છે અને પછી એ જીવનમાં ક્રેય ખોવાતો નથી. જગતમાં કેળવણી જેવો બીજો કોઈ ઉત્તમ વ્વસાય છે જ નહીં. બાળક દીપકની જ્યત છે. એને પ્રજ્વલત કરવાનું ઉમદા કાર્ શિક્ષકના શિરે હોય છે. શિક્ષક બાળકને પ્રેરિત કરવા માટેનું ચાલક બળ હોવો જોઈએ. એક આદર્ શિક્ષક જીવનભર શીખતો હોય છે. જેટલું એ વધુ શીખશે એટલુ એના વિદ્યાથીઓને એ વધુ સારી રીતે પ્રેરિત કરી શકશે. ગાંધીનગરની ચેમ્પ એકેડેમીના ડાયરેકટર અને યુવા કેળવણીકાર કેવલ ત્રિવેદીએ એક મજાની વાત કરી કે, ‘હું વિદ્યાથીઓને કોઈ દિવસ શીખવતો નથી, હું તો એવા સંજોગોનું નિર્માણ કરું છું કે, તે સંજોગોમાંથી જ વિદ્યાથી અઢળક પ્રાપ્ કરી શકે.’ કેળવણી બાળકોમાં રહેલી શક્તઓને સાચી દિશા આપે છે. ગાંધીજી કહેતા કે, ‘ખરો વિદ્યભ્યસ એ જ છે કે, જેના વડે આત્મને, પોતાની જાતને, ઇશ્વરને અને સત્ને ઓળખી શકાય.’ વૈચારિક પરિપક્તા વગર શીખવું એ નિરર્ક ખાડો ખોદવાના પરિશ્રમથી વધુ કંઈ નથી. સ્વવવેક વિનાના વિચાર વિનાશક છે. જીવનની તમામ સારી નરસી પરિસ્થિતઓમાં અડગ ઊભા રહેવાનું બળ શિક્ષણ છે. શિક્ષકોમાં પુસ્કીયા જ્ઞન કરતાં ક્યાં વધુ એમની ઉદાહરણીય વર્ણૂકમાંથી જ વિદ્યાથીનુ ઘડતર થાય છે. (લેખક જાણીતા સર્ક અને ગુજરાત સરકારમાં પૂર્ અધિક માહિતી નિયામક છે. પ્રતિભાવઃ [email protected] પુલક તરિવેદી ક્લા ઉપદેશો નહીં ઉદાહરણ જ અસરકારક બને... સપ્રંગી જરાત રાજ્ના સ્થપનાના ઈતિહાસનું પૃષ્ઠ પલટાવીએ તો એમાં સંઘ , બલિદાન અને અસ્મતાની એક ગૌરવશાળી ગાથા જોવા મળે છે. ૧ મે ૧૯૬૦ના રોજ જ્યરે નકશા પર ગુજરાતનો ઉદય થયો, ત્યરે તે માત્ર એક ભૌગોલિક સીમાનું અંકન નહોતું, પરંતુ કરોડો ગુજરાતીઓના સપનાનું સાકાર સ્રૂપ હતું. આઝાદી પછી ભારતના રાજકીય નકશામાં અનેક ફેરફારો થયા, જેમાં સૌથી જટિલ પ્રકરિયા ભા ાવાર રાજ્યની રચનાની હતી. તે સમયે ગુજરાતનો મોટો ભાગ 'બૃહદ મુંબઈ રાજ્'નો હિસ્સ હતો. આ એક દ્વભા ી રાજ્ હતું, જેમાં મરાઠી અને ગુજરાતી એમ બે મોટી ભા ાઓ બોલતા લોકો વસતા હતા. જોકે, ભા ા એ સંસ્કૃતનો શ્વાસ છે, પણ જ્યરે વહીવટીતંત્રમાં એક ભા ાનું પ્રભુત્ વધવા લાગ્યુ, ત્યરે બીજી ભા ાના લોકોમાં પોતાના અલગ અસ્તત્ની ઝંખના જાગી. આ ઝંખનાએ જ 'મહાગુજરાત આંદોલન'ને જન્ આપ્ય. આ આંદોલન દરમિયાન એક અત્યત મહત્ની ઘટના સને ૧૯૫૮ ઓગસ્ મહિનામાં ઘટી હતી, જ્યરે અમદાવાદના ખાડિયા અને લાલ દરવાજા વિસ્તરમાં કરફ્ય હોવા છતાં જનતાએ સ્વંભૂ રીતે રસ્ત પર ઉતરીને 'જનતા કરફ્ય' લાદી દીધો હતો. આ ઘટનાએ સાબિત કર્ુ હતું કે, લડાઈ હવે માત્ર નેતાઓની નથી રહી, પણ જન-જનની બની ગઈ છે. પ્રજાએ પોતાની ધરપકડ વહોરીને પણ આંદોલનને જીવંત રાખ્યુ હતું. મહાગુજરાત આંદોલન એ ગુજરાતના ઈતિહાસનું સૌથી મોટું અને નિર્ણાયક જન-આંદોલન ગણાય છે. જ્યરે કેનદ્ર સરકાર દ્વરા દ્વભા ી રાજ્નો નિર્ય લેવાયો, ત્યરે તેની સામે ગુજરાતમાં આક્રો ફાટી નીકળ્ય. ૮ ઓગસ્ ૧૯૫૬નો એ દિવસ ગુજરાતના ઈતિહાસમાં લોહીથી લખાયેલો છે, જ્યરે અમદાવાદમાં લાલ દરવાજા પાસે કોંગ્રસ હાઉસની બહાર વિદ્યાથીઓનો સમૂહ શાંતિપૂર્ વિરોધ કરી રહ્ય હતો અને તે સમયે થયેલા પોલીસ ગોળીબારમાં પૂનમચંદ, કૌશિક વ્યસ, સુરેશ ભટ્ટ અને હનીફ જેવા નિર્દોષ વિદ્યાથીઓએ શહીદી વહોરી હતી. આ ગોળીબારે આખા ગુજરાતને હચમચાવી દીધું હતું. આઆંદોલનના સૌથી મોટા મશાલચી તરીકે ઇન્દલાલ યાજ્ઞક ઉભરી આવ્ય હતા. ઇન્દચાચા તરીકે જાણીતા આ નેતાએ પોતાની સાદગીથી જનતાના હૃદયમાં સ્થન જમાવ્યુ હતું. આ સમયગાળાની એક બીજી નોંધપાત્ર ઘટના એટલે કે, સને ૧૯૫૬માં જ્યરે જવાહરલાલ નેહરુ અમદાવાદ આવ્ય, ત્યરે તેમની સભાની સામે જ ઈન્દચાચાએ સમાંતર સભા યોજી હતી, જેમાં નેહરુની સભા કરતા અનેકગણી મેદની ઉમટી પડી હતી. આ પ્રસંગે દિલ્હના શાસકોને સ્પષ્ સંદેશ આપ્ય હતો કે, હવે ગુજરાતની જનતા અલગ રાજ્ સિવાય કશું જ સ્વકારવા તૈયાર નથી. હવે ગુજરાતમાં ઠેર-ઠેર સભાઓ થવા લાગી હતી અને લઈને રહીશું મહાગુજરાતના નારા ગુંજવા લાગ્ય હતા. બીજી તરફ મહારાષ્ટ્રમાં પણ 'સંયુક્ મહારાષ્ટ્ર સમિતિ' દ્વરા અલગ મરાઠી રાજ્ની માંગણી તેજ બની હતી. મુંબઈ શહેર કોનું રહેશે, તે સૌથી મોટો વિવાદનો હતો. છેવટે, લોકશાહીમાં લોકમતનો વિજય થયો અને સંસદમાં મુંબઈ પુનર્ઠન અધિનિયમ પસાર થયો. નક્ક થયું કે મહારાષ્ટ્ર અને ગુજરાત એમ બે અલગ રાજ્યની રચના કરવામાં આવશે. ૧ મે ૧૯૬૦ની એ વહેલી સવાર ગુજરાત માટે નવી આશાનું કિરણ લઈને આવી. ગુજરાત રાજ્નો શિલાન્યસ કોઈ મોટા રાજકીય નેતાના હાથે નહીં, પરંતુ સાબરમતી આશ્રમના સંત અને 'મુઠ્ઠ ઊંચેરા માનવી' તરીકે ઓળખાતા રવિશંકર મહારાજના હસ્ત થયો. સાબરમતીના તટ પર, ગાંધીજીના આદર્શની સાક્ષીએ રવિશંકર મહારાજે દીપ પ્રાગટ્ કરી ગુજરાત રાજ્નું ઉદઘાટન કર્ુ. તેમણે પોતાના પ્રવચનમાં નવા ગુજરાતને આશીર્વાદ આપતા કહ્યુ હતું કે, આ રાજ્ સેવાનું આદર્ બને અને અહીંની પ્રજા પુરુ ાર્થી પોતાની ઓળખ બનાવે. તે સમયે પ્રથમ મુખ્મંત્રી તરીકે ડૉ. જીવરાજ મહેતાએ શપથ લીધા અને મહેદી નવાઝ જંગ પ્રથમ રાજ્પાલ બન્ય. રાજ્ની સ્થપના વખતે અનેક પડકારો પણ હતા. ગુજરાત પાસે પોતાનું અલગ સચિવાલય કે પાટનગર નહોતું. અમદાવાદની સિવિલ હોસ્પટલના નવા બિલ્ડિગમાં કામચલાઉ વિધાનસભા શરૂ કરવામાં આવી હતી. આર્થિક રીતે પણ મુંબઈ જેવું સમૃદ્ધ શહેર મહારાષ્ટ્ર પાસે જવાથી ગુજરાતને શૂન્માંથી સર્ન કરવાની જરૂર હતી. જોકે, ગુજરાતીઓના લોહીમાં જ વેપાર અને સાહસિકતા હોવાથી ખૂબ જ ટૂંકા ગાળામાં ગુજરાતે પ્રગતિના પંથે પ્રયાણ કર્ુ. સને ૧૯૭૦માં જ્યરે ગાંધીનગરને નવું પાટનગર બનાવવામાં આવ્યુ, ત્યરે તે આધુનિક ટાઉન પ્લાનંગનું ઉત્તમ ઉદાહરણ બન્યુ. ગુજરાતની આ ભૌગોલિક ઓળખ પાછળ તેના ૧૬૦૦ કિલોમીટર લાંબા દરિયાકિનારાનો પણ મોટો ફાળો રહ્ય છે. સ્થપનાના સમયથી જ લોકશાહી મૂલ્ય જળવાઈ રહે તે માટે ગુજરાતના રાજકારણમાં અનેક મહાનુભાવોએ યોગદાન આપ્યુ. હિતેનદ્રભાઈ દેસાઈ, માધવસિંહ સોલંકી, બાબુભાઈ જશભાઈ પટેલ અને ચિમનભાઈ પટેલ, જેવા નેતાઓએ ગુજરાતના વિકાસના પાયામાં ઈંટો મૂકી. ખાસ કરીને અમૂલ ડેરી દ્વરા થયેલી શ્વેત ક્રાંતએ ગુજરાતને ગ્રમીણ સ્રે આર્થિક રીતે મજબૂત બનાવ્યુ. સમય જતા કેશુભાઈ પટેલ અને નરેનદ્ર મોદી જેવા દૃષ્ટિવંત મુખ્મંત્રીઓ ગુજરાતને મળ્ય, જેના થકી આધુનિક ગુજરાતની ઓળખ સમગ્ વિશ્વમાં મજબૂત રીતે પ્રસ્થાપત થઈ. સાંસ્કૃતક દૃષ્ટિએ જોઈએ તો, ગુજરાતની સ્થપના એ ગુજરાતી ભા ા અને સાહિત્ના પુનરુત્થનનો પણ કાળ હતો. કવિ નર્દના જય જય ગરવી ગુજરાત ગાનથી લઈને ઝવેરચંદ મેઘાણીની લોકસાહિત્ની સરવાણી સુધી, ગુજરાતની અસ્મતા હંમેશા સાહિત્માં ઝળકતી રહી છે. ઉમાશંકર જોશી અને સુંદરમ્ જેવા સર્કોએ ગુજરાતના માનસને ઘડવામાં મહત્ની ભૂમિકા ભજવી. રાજ્ની સ્થપના બાદ શૈક્ષણિક ક્ષેત્રે પણ ગુજરાત યુનિવર્સિટી અને એમ.એસ. યુનિવર્સિટી જેવી સંસ્થઓએ રાજ્ની પ્રતિષ્ઠા વધારી. સ્થપના દિવસ એટલે માત્ર ઉત્વ નહીં, પણ એ સ્રણ છે એ તમામ શહીદોનું જેમણે મહાગુજરાત આંદોલનમાં પોતાનું લોહી રેડ્યુ છે. આજે જ્યરે આપણે આધુનિક ગુજરાતની વાત કરીએ છીએ, ત્યરે તે માત્ર ઉદ્યગોનું કેનદ્ર નથી, પરંતુ તે કળા, સાહિત્, વિજ્ઞન અને કૃ માં પણ અગ્રસર છે. ડાયમંડ સિટી સુરતથી લઈને ઓટોમોબાઈલ હબ સાણંદ સુધી, ગુજરાતની સ્થપનાના મૂળિયાં આજે વિશાળ વટવૃક્ષ બની ચૂક્ય છે. ગુજરાત રાજ્ની સ્થપના પાછળની રાજકીય મથામણો અને ઐતિહાસિક લડાઈઓ આપણને એ શીખવે છે કે જ્યરે લોકશાહીમાં પ્રજાની અસ્મતાનો પ્રશ્ન આવે છે, ત્યરે સાચો વિજય હંમેશા ન્યાનો જ થાય છે. ગુજરાતની સ્થપનાના આ સાડા છ દાયકાઓ દરમિયાન રાજ્ય અનેક ક રતી હોનારતો અને પડકારોનો સામનો કર્ય છે. સને ૧૯૫૬નો ધરતીકંપ હોય, સને ૧૯૭૯ની મચ્છ ડેમની હોનારત હોય કે સને ૨૦૦૧નો વિનાશક ભૂકંપ—દરેક વખતે ગુજરાતે રાખમાંથી બેઠા થવાની પોતાની ક્ષમતા સાબિત કરી છે. આ જ ગુજરાતની ખરી લાક્ષણિકતા છે કે તે ક્યરેય હાર માનતું નથી. ૧ મેનો દિવસ દરેક ગુજરાતી માટે ગર્નો દિવસ છે, જે આપણને યાદ અપાવે છે કે આપણે એ ભૂમિના સંતાનો છીએ જ્યા ગાંધી અને સરદાર જેવા યુગપુરુ ો જન્્ય હતા. ગુજરાતની આ સળંગ યાત્રા અતૂટ છે અને આવનારા વર્ષોમાં પણ આ 'ગરવી ગુજરાત' પોતાની સંસ્કૃતને જાળવી રાખીને વિકાસના નવા શિખરો સર કરતું રહેશે. (લેખક ગુજરાત સરકારના સનદી અધિકારી અને સાહિત્ સર્ક છે) પ્રતિભાવઃ [email protected] ડો. રવજી ગાબાણી ગુ ગુજરાત રાજ્યની સ્થપના : પુણ્યસ્રણ મુદ્દની વાત

RkJQdWJsaXNoZXIy NjI0NDE=