Gujarat Times
નવલિકા જુલાઈ 25, 2025 (July 19 - July 25, 2025) S19 “અતીતના અદ્રશ્ય ગૂંથાતા તાણાવાણા.. દિવસો હતા એ કેવા ઉજમાળા..” તિની ભીતરમાં ચાલતી અતીતની આ ફિલ્ આજે જલદી અટકવાનું નામ લે એમ નહોતી. દિવાળીના દિવસોમાં સ્વભાવિક રીતે જ ઇતિ અને અનિકેત બંનેના ઘરમાં મીઠાઈઓ અને નાસ્ત બનતા. અનિકેતને મીઠાઇ બહું ભાવે જ્યારે ઇતિને જરા ન ભાવે. તેને તો ખાટું અને તીખું જ પસંદ આવે. અનિકેત દિવાળીની મીઠાઇ ઝાપટે ત્યારે ઇતિ ચોરાફળી અને મઠ ા પર મારો ચલાવે. ‘જો આ ઘૂઘરા એકવાર ચાખી તો જો. કેવા સરસ લાગે’ ‘તારા ઘૂઘરા તું ખા. હું તો મારા મઠ ા જ ખાઇશ. મઠ ા એકવાર ખાઇ જો તો ખબર પડે.’ પછી ધીમેથી ઇતિએ ઉમેર્યુ. ‘આમ, તો જોકે તને મઠ ા નથી ભાવતા એ સારું જ છે. નહીંતર મારા ભાગમાં આવત જ નહીં.’ ‘હું કંઇ તારી જેમ આખો દિવસ ખાધા કરું એવો નથી.’ ‘એ તો મને ખબર છે. આ મીઠાઇ આખો વખત કોણ દાબ્યા કરે છે?’ અને ઇતિ ખડખડાટ હસી પડી. તે હાસ્યમાં અનિકેત બધું ભૂલી ગ ો અને ઇતિ સામે જોઇ રહ્ય. બંધ આંખે દિવસો દોડી રહ્ય હતા. દિવાળી તો અહીં પણ આવતી. અરૂપ દિવાળી ઉપર જાતજાતની અનેક લાઇટિંગ્ લાવતો. તેમનો આ એકાકી બંગલો રોશનીથી ઝળહળી ઉઠતો. છતાં ઇતિથી માટીના કોડ ા કદી ભૂલાતા નહીં. અરૂપ તેને જુનવાણી કહેતો છતાં, થોડાં કોડ ામાં તે દીવા જરૂર પ્રગટાવતી અને દીવાનાં એ ઉજાસમાં અનિકેત થોડી ક્ષણો અના ાસે ચમકી રહેતો. અનેક જાતના ફટાકડાં ધડાધડ ફૂટતાં. અરૂપને મોટા અવાજવાળા ફટાકડા પસંદ હતાં. ઇતિને અવાજ જરા ન ગમે. પણ અરૂપની પસંદ, નાપસંદમાં ઇતિની પોતાની પસંદ ઓગળી ગઈ હતી કે ભૂલાઈ ગઈ હતી. જોકે ઇતિને તો નાનકડી ફુલજડી, જમીન ચક્ર કે ફુવારામાંથી નીકળતો પ્રકાશનો ધોધ હંમેશા આકર્તો. પણ એ તો નાના છોકરાના ફટાકડાં હતાં અને ઇતિ કંઈ હવે નાનકડી છોકરી થોડી હતી? હવે તે મોટી થઇ હતી. સમજદાર થઇ હતી. તેના લગ્ થઇ ગ ા હતાં. તે સાસરે આવી હતી. સાસરે સાસુ નહોતા તો શું થું ? અરૂપ તો હતો ને? અરૂપને ગમે તે જ કરવું એ ઇતિનો સહજ સ્ભાવ બની ગ ો હતો. અતીત અને વર્માનમાં ફંગોળાતી ઇતિએ ઉંડો શ્વસ લીધો. મોગરાની સુવાસ પવનની લહેરખી પર સવાર થઇને ઇતિના અંતરને મહેકાવી ગઇ. સાસુ અને સાસરું શબ્ની સાથે જ એક દ્રશ્ય ઇતિના મનમાં દોડી આવ્યું. ઇતિ અને અનિકેત એક જ સ્કૂલમાં ભણતાં હતાં. રીસેસમાં બંને સ્વભાવિક રીતે જ સાથે નાસ્ત કરતાં. તે દિવસે સ્કૂલમાં અનિકેતનાં નાસ્તના ડબ્બમાંથી સેવ-મમરા ખાતા ખાતા ઇતિ પૂછતી હતી. ‘તને તો સેવ મમરા નથી ભાવતા. તો કેમ લાવ્યો છે?’ ‘તને બહુ ભાવે છે ને એટલે..’ અને તું આ ચીક્ક કેમ લાવી? તને ક્યાં ભાવે છે?’ ‘તને ભાવે છે એટલે..’ ખડખડાટ હસતા હસતા ઇતિએ જવાબ આપ્યો હતો. ‘અને અનિ, આજે સાંજે તારે મને દાખલા શીખડાવવાના છે એ ાદ છે ને?’ ‘ના, રે , આજે સાંજે તો અમે બધા છોકરાઓ ક્રકેટ રમવાના છીએ... દાખલા કાલે...’ ‘એ કંઇ હું ન જાણુ. આજે તારે મને દાખલા કરાવવાના છે બસ તને એકવાર કહી દીધું.’ ‘લો, કહી દીધું. જાણે મહારાણી સાહેબાનો હુકમ!’ ‘હા, હુકમ તો હું હંમેશા તારી ઉપર ચલાવવાની. શું સમજ્યો?’ ‘હંમેશા?’ ‘હા... હા... હંમેશા...’ બેધ્યાન ઇતિ બોલી. ‘જા... જા... તારા લગ્ થશે એટલે તું તો સાસરે જવાની. છોકરીઓને સાસરે જવાનું હો છે.’ અનિકેતે તેનું જ્ઞન પ્રદર્શિત કરતાં કહ્યુ. ‘પણ હું તો સાસરે જ નહીં જાઉં.’ ‘બધી છોકરીઓ એમ જ બોલે. ઇશાદીદી પણ એમ જ બોલતાં હતાં. પરંતુ તેના હમણાં લગ્ થશે એટલે એ પણ સાસરે જશે.’ અનિકેતની બહેનની સગાઇ થઇ ગઇ હતી. હવે દસ દિવસમાં લગ્ હતાં, તેથી અનિકેતને એટલી પાક્ક જાણ હતી કે, છોકરીઓએ સાસરે જવાનું હો . તેનું જનરલ નોલેજ આજે ઇતિને ઈમ્પ્રેસ કરવામાં કામમાં આવ્યું. નાનકડી ઇતિ થોડી ગંભીર બની ગઇ. ‘હે અનિ, બધી છોકરીઓએ સાસરે જવું પડે?’ ‘હા... છોકરીઓએ જવું પડે..’ ‘છોકરાઓએ કેમ ન જવું પડે?’ ‘છોકરાઓ સાસરે ન જા . ખાલી છોકરીઓ જા ..’ ‘પણ એવું કેમ?’ ‘એ તો મને પણ ખબર નથી.. ’ મમ્મીને પૂછી જોઇશું. ‘મારી મમ્મી પણ મને ઘણીવાર કહેતી હો છે, સાસરે જઇશને એટલે ખબર પડશે. હે અનિ, સાસરું કેવું હો ?’ ‘મને કેમ ખબર પડે? મે થોડું સાસરું જોું છે?’ ‘મમ્મી કે’તી તી કે બધી છોકરીઓ મોટી થા એટલે સાસરે જા અને સાસરે કંઇ મમ્મી ન હો .. પણ અનિ, મને તો મમ્મી વિના ન ગમે. મારે ે સાસરે જવું પડશે..?’ રડમસ ઇતિ બોલી. ‘હા, એ વાત સાચી. મમ્મી વિના તો કોઇને ન ગમે. આપણે મમ્મીને પૂછીશું. તું સાસરે ન જા તો ન ચાલે?’ ‘અને મમ્મી કહેતી હતી કે, સાસરે મરજી પડે તેમ ન કરા . ત્યાં સાસુ હો અને સાસુ કહે તેમ કરવું પડે..’ ‘ના, ના, સાસુ નહીં અરૂપ કહે તેમ’ સાસરે સાસુ તો ન હો તેવું પણ બને. પોતાને ક્યાં હતા? પણ સાસરે અરૂપ જરૂર હો . એ કહે તેમ કરવાનું હો . તેને ગમે તે પહેરવાનું. તેને ગમે તેવી અને તેટલી જ વાતો કરવાની. એ ખુશ થા તો ખુશ થવાનું. એ દુ:ખી હો ત્યારે દુ:ખી થવાનું. એને સાસરું કહેવા ..! ઇતિ કેટલી સમજદાર થઇ ગઇ હતી! વર્માન અને અતીતના તાણાવાણા સાથે ગૂંથાતા હતા કે શું? પોતે આ ક્ષણે ક્યાં હતી? કે પછી બંને વચ્ચ ફંગોળાતી હતી? ઇતિ અને અનિકેત... બંને વરસોથી બાજુબાજુમાં રહેતા હતા. બંનેના ઘર વચ્ચ, પાડોશીઓ વચ્ચ સુગંધી સંબંધો હતા. અનિકેતના મમ્મી સુલભાબહેન અને ઇતિના મમ્મી નીતાબહેન બંને પાક્ક બહેનપણી. નીતાબહેનના ગુજરાતી વાતાવરણની મજા સુલભાબહેન માણતા તો સુલભાબહેનના ઘરના પંજાબી રીતિરિવાજોમાં નીતાબહેન સામેલ થતાં. બંને કુટુંબ વચ્ચ એક ઘરોબો સ્પાઇ ગે લ. કોઇ ભેદભાવ વિનાનો. ઇતિ અનિકેતની જેમ જ આ બંને બહેનપણીઓ પણ હંમેશા સાથે જ હો . કોઇ ફોર્માલીટી વિનાના, દિલના સંબંધોથી જોડાે લ બંને કુટુંબો વચ્ચ ઇતિ અને અનિકેત પુષ્ની માફક ખીલતા રહેતા. બંને બાળકો લગભગ સરખી ઉંમરના હતાં. તેમના કિલકિલાટથી બેઉ ઘર સતત ગૂંજતાં રહેતાં. હમણાં અનિકેતની મોટી બહેનના લગ્ની તૈ ારીઓ ચાલી રહી હતી. પ્રસંગ એક ઘરમાં હતો, પરંતુ તેની ધમાલ બંને ઘરમાં ચાલી રહી હતી. ઇશા બંને ઘરની દીકરી હતી. સુલભાબહેન સાથે નીતાબહેન પણ એટલા જ વ્યસ્ હતાં. ઇતિ અને અનિકેત પણ પતંગ ાની માફક આમતેમ ઉડતાં રહેતાં. તેમને તો આ બધી ધમાલ બહું ગમતી. રોજ નવાં નવાં કપડાં પહેરવા, નવું નવું ખાવા પીવાનું. બસ આખો દિવસ ધમાલ અને મસ્ત. સ્કૂલમાં પણ વેકેશન હતું તેથી નિરાંત હતી. ઇશાદીદીની ખુશી જોઇને ઇતિને ખૂબ આશ્ચર્ થતું હતું. લગ્ થશે એટલે દીદીને તો સાસરે જવું પડશે અને સાસરે તો કંઇ મમ્મી ન હો તો પણ દીદી કેમ ખુશ થતાં હશે એ રહસ્ય ઇતિની સમજમાં આવતું નહોતું. પણ પૂછે કોને? અનિકેતને પણ પૂરી ખબર ક્યાં હતી? લગ્ને બે જ દિવસની વાર હતી. ઇતિ આખો દિવસ ઇશાદીદીની આસપાસ મંડરાતી રહેતી. દીદી શું કરે છે, કેમ કરે છે તે જો ાં કરતી. અંતે તેનાથી ન રહેવાું તેણે દીદીને પૂછી જ લીધું, ‘હે દીદી, સાસરે તો મમ્મી નહીં હો તો તમને ગમશે? તમે સાસરે ન જાવ તો ન ચાલે?’ જવાબમાં ઇશા ધીમું મલકી, ‘ઇતિ, તું મોટી થઇશને એટલે તને બધું સમજાઇ જશે.’ ‘દીદી, સાસરે બીજું કોણ કોણ હો ?’ ઇતિના કુતૂહલનો પાર નહોતો આવતો. ‘ઇશા જવાબ આપ્યા સિવા હાથમાં મૂકાે લી મહેદી સામે નીરખી રહી. મહેદીમાં એક નામ ઉપસતું હતું અને નામની સાથે એક ચહેરો. એ ચહેરાના ઉજાસની સુરખી ઇશાની આંખોમાં છવાઇ હતી. આ અબુધ બાલિકાને તે શું જવાબ આપે? તે શા માટે બધાને છોડીને સાસરે જતી હતી?’ ત્યાં અનિકેત ઇતિને બોલાવવા આવી પહોંચ્યો. ઇતિ, ચાલ બહાર જો. બધા કેવી મજા કરે છે. ઇતિ બધું ભૂલીને અનિકેતની પાછળ દોડી ગઇ. ઇશા પરમ સ્નહથી આ નાનકડાં, વહાલસો ા ભાઇને જોઇ રહી. તેની પાંપણો અના ાસે ભીની બની. એક આંખમાં મિલનની મધુરતા હતી, તો બીજી આંખમાં સ્વભાવિક રીતે જ વહાલાના વિજોગના વાદળો ઘેરાે લ હતાં. એકને પામવા માટે કેટલું છોડવું પડે! કેટલું નવું અપનાવવું પડે? બિલાડીના ટોપની જેમ અચાનક કેટલા બધા સંબંધો ફૂટી નીકળે? એક છોકરી રાતોરાત કાકી, મામી, ભાભી કે વહુ બની જા . છોકરીની જિંદગીની આ કરૂણતા કહેવા કે મધુરતા? ઇશા મનોમન વિચારી રહી. પછી હાથમાં મૂકાે લ મહેદી સામે જોઇ છાનું છાનું મલકી રહી. જાણે મહેદીએ તેને કોઇ જવાબ આપી દીધો હતો. બે દિવસ તો ધમાલમાં ક્યાં પસાર થઇ ગ ા. રોજ રાત્ર ઢોલીઓના તાલે ઇતિ અને અનિકેત ઘૂમતા રહેતાં. અંતે લગ્નો દિવસ આવી પહોંચ્યો. સારા દિવસોને તો હંમેશા ઉડવાની પાંખો હો છે ને? સવારથી વિધિઓની પરંપરા ચાલી રહી હતી. રાત્ર બહાર મંડપ નીચે ભાંગડાની રમઝટ બોલતી હતી. ઇતિ અને અનિકેત પણ નવાં કપડાં પહેરી મહાલી રહ્યા હતાં. ઇતિ થોડી ગંભીર બનીને બધું નીરખી રહી હતી. કદાચ સાસરે જવામાં શું કરવાનું હો તેનું નિરીક્ષણ કરી રહી હતી! ઇશાદીદી આજે કેવા સરસ લાગતાં હતાં. કેવા સરસ તૈ ાર થ ાં હતાં. કેટલા ઘરેણા પહેર્ય હતા. સાસરે જવાનું હો ત્યારે આવું તૈ ાર થવાનું હો ? પોતે પણ આવી જ સરસ તૈ ાર થશે. પણ ના, ના, પોતાને સાસરે જવું જ નથી. ત્યાં તો મમ્મી ન હો . પરંતુ કદાચ જવું પણ પડે. બધી છોકરીઓને જવું જ પડે. મમ્મી ખોટું થોડી કહે? દરેક વિધિ ઇતિએ ખૂબ રસથી નિહાળી હતી. લગ્ પછી વિદા ના સમે ઇશાને રડતી જોઇ ઇતિની આંખો પણ છલકી આવી. દીદી આટલું રડે છે તો પણ આન્ટ તેને સાસરે શા માટે મોકલી દે છે તે ઇતિને કેમે સમજાું નહીં. આંટી પોતે પણ પાછા રડે છે. તો સાસરે ન મોકલે તો ન ચાલે? તેમાંે નાનકડા અનિકેતને ભેટીને તેની બહેન રડી અને અનિકેત પણ બહેનને ભેટી મોટેથી રડી પડ્ય. હવે બહેન તેનાથી દૂર બીજે ઘેર જા છે તે સમજી ચૂકેલ અનિકેતના ડૂસકાં સમતા નહોતાં. અનિકેતને રડતો જોઇને ઇતિના આંસુ કેમ રોકા ? તેને આંટી પર ખૂબ ગુસ્સ આવ્યો. દીદી આટલી રડે છે તો પણ આંટી સમજતા જ નથી. સાસરું નક્ક ખરાબ હોવું જોઇએ એવું મનોમન નક્ક કરી ચૂકેલ ઇતિ એક તરફ ઉભી હતી. પછી તો દીદી કારમાં બેસીને ચાલી ગઇ. કેસર ાળો સાફો ઘરની રોનક લઇ ચાલ્યો ગ ો હતો. શરણાઇના ઘેરા, કરૂણ સૂર વાતાવરણને ગમગીન બનાવી રહ્યા. ‘ત્યારે ઇતિએ તો મનમાં નક્ક કરી નાખેલું, ના રે, આપણે તો સાસરે જવું જ નથી ને!’ (ક્મશ:) (લેખિકા અમેરિકા સ્થત સાહિત્યકાર છે.) પ્રતિભાવઃ
[email protected] ઇ સાસરું એટલે ? પ્રકરણ ઃ ૪ નીલમ દોશી T o ADVERTISE CALL: 212-675-7515
Made with FlippingBook
RkJQdWJsaXNoZXIy NjI0NDE=