Magazine Section Gujarat Times November 7, 2025 ઝળહળે પ્રકાશ ભીતર તો, જીવનદીપ મલકાય, જાત સળગાવીને સાચ્ચ, દિવાળી ઉજવાય... ચિંતા નામે ચૌદસ કાળી, જાગે રોજ સફાળી, ના તરસ છે ધનની ચાહું, પ્રેમ જોત હૂંફાળી, સંબંધ કેરા સિક્કઓથી, મન તેરસ ખનકાય, જાત સળગાવીને સાચ્ચ, દિવાળી ઉજવાય... રોકેટ થઇને મનડું મારું, ઉડે દૂર આકાશે, ને માવતરની કોઠીથી તો, આંગણ મારું ઉજાશે, ફટાકડાની જેમ જીવનમાં, સૂરસૂરીયા પણ થાય, જાત સળગાવીને સાચ્ચ, દિવાળી ઉજવાય... નવ સો નવ્વણુ દર્ના બોમ્, તો રોજ અહીંયા ફૂટે, હજાર દુખો વાળા લવિંગીયા, જેમ વછૂટે સુખની ફૂલઝડીથી ઘર, આખું યે હરખાય જાત સળગાવીને સાચ્ચ, દિવાળી ઉજવાય... લમાં જ , પંચદિવસીય દિવાળી મહોત્વ આનંદ અને ઉલ્લસ સાથે આપણે સૌએ ઉજવ્ય. દિવાળી ધડાકા ભડાકા અને પ્રકાશ સાથે આપણને સૌને પ્રેરણાદાયક સંદેશ પણ આપી જય છે. દિવાળી એટલે પ્રકાશનો ઉત્વ, આનંદનો દિવસ, પણ તે માત્ર બહારની ઉજવણી નથી; તે તો ભીતરના અંધકાર પર વિજયનું પ્રતીક બની જાય છે. સાચી દિવાળી તે છે જ્યરે માણસ પોતાના અહંકાર, દુઃખ, ચિંતા અને સ્વાર્ને સળગાવી દે છે. પ્રકાશની શોધ માટે અંદરનો દીપ પ્રગટાવવો જરૂરી છે. પ્રકાશ બહારના દીવાનાં કાંઠે નહિ, પરંતુ હૃદયની અંધારી ગુફામાં પ્રગટે છે. જો માણસ પોતાનાં મનની અંધારી ખૂણાઓમાં પ્રેમ, ક્ષમા અને આત્મવશ્વસનો દીવો પ્રગટાવે, તો એ જીવનનું સાચું દીવડું બની જાય છે. રવીન્દ્રનાથ ટાગોરે પણ કહ્ય હતું ‘Faith is the bird that feels the light when the dawn is still dark.’ તે પ્રકાશ ભીતરથી જ જન્મે છે. ચિંતા નામે ચૌદસ કાળી, મનની અંધારી રાત સૌના જીવનમાં ક્યાક ને ક્યાક છુપાઈને પડેલી જ હોય છે. ચૌદસ એ આપણા રોજિંદા જીવનની ચિંતાઓનું રૂપક છે, ધન, માન, સ્પર્, ઈર્ષ્. માણસ રોજ જાગે છે, પણ અંદર અંધારું જ રહે છે. જ્યરે એ ચિંતા નામની ચૌદસને શાંત કરે છે અને પ્રેમના દીપકને પ્રગટાવે છે, ત્યરે જ એની આત્મ દિવાળીની રાત જેવી ઉજળી બને છે. જીવનમાં સંબંધોની મનતેરસ માનવતાની ચમક છે. ‘સંબંધ કેરા સિક્કઓથી મનતેરસ ખનકાય’ આ પંક્ત માનવીય સંબંધોની ખોટી નાણાકીયતા પર ચોટ કરી છે. આજે સંબંધો નાણાંના સિક્કથી માપાય છે, લાગણીના દીવાથી નહિ. પણ સંબંધો જો હૃદયથી ખનકે, તો મનતેરસનો દીવો ખરેખર ઝળહળે છે. સાથે સાથે જાત સળગાવવી એટલે કે સ્વાથી “હું” નો અંત લાવવો, પોતાના અહંકાર, લોભ, દ્વષ અને દુઃખના ધુમાડાને ભસ્ કરી દેવા. ગૌતમ બુદ્ધ કહેતા ‘You yourself must light the lamp within; no one else can do it for you.’ એ જ દીવો છે આત્જાગૃતિનો, જે સળગે ત્યરે માણસનું ભીતર દિવાળી બની જાય છે. દિવાળીમાં ફોડવામાં આવતા બોમ્, ફટાકડા પણ આપણા જીવનના પ્રતિકાત્ક રૂપ છે. દુઃખના બોમ્ અને સુખની ફુલજડીનો સરવાળો એટલે જીવન! જીવનમાં રોજ હજારો દુઃખો ફાટી પડે છે, પણ એ વચ્ચ જો માણસ પ્રેમની ફૂલઝડી પ્રગટાવે, તો ઘર અને હૃદય બંને હરખાય. એક નાનકડી ખુશી પણ દુઃખના બોમ્ ને વિસરાવી દે છે અને એનું સુરસુરિયું કરી દે છે. આ એક માનસિક પરિવર્ન છે. બાહ ફટાકડા નહીં, આંતરિક આનંદની ઉજવણી. દિવાળી એ આત્જાગૃતિનો ઉત્વ છે. સાચી દિવાળી ત્યરે જ છે, જ્યરે આપણે બહારના દીવા કરતા અંદરના દીવા વધુ પ્રગટાવીએ. જાતને સળગાવવી એ આત્ત્યગ નથી, પણ આત્શુદ્ધિ છે જે મનુષ્ને અહંકારથી પ્રકાશ તરફ લઈ જાય છે. ઓશો કહે છે ‘Burn yourself completely; only then the new will be born.’ એ જ ‘જાત સળગાવીને સાચ્ચ દિવાળી ઉજવાય’નો મૂળ સંદેશ છે. આમ, દિવાળી એ દીવા, મીઠાઈ કે ફટાકડાંનો જ દિવસ નહીં, પરંતુ મનુષ્ના ભીતરમાં પ્રકાશ જન્મવાની પણ ક્ષણ છે. જ્યરે માણસ પોતાને અંદરથી શુદ્ધ કરે, અંધકારને વિસરાવે અને પ્રેમના દીપ પ્રગટાવે ત્યરે જ સાચી દિવાળી ઉજવાય. ‘જાત સળગાવીને સાચ્ચ દિવાળી ઉજવાય’ એ જીવનનું સૂત્ર છે, જેમાં અંધકાર પર પ્રકાશનો નહિ, પણ અહંકાર પર આત્મનો વિજય ઉજવાય છે. પ્રકાશ બિંદુ : પંચદિવસીય દિવાળી મહોત્વ આનંદ અને ઉલ્લસનો તહેવાર છે તો સાથે સાથે આપણા જીવનનો એક સાચો શિક્ષક પણ છે. ધનની તરસ હોવી એ સ્વભાવિક લક્ષણ છે, પણ જો સંબંધોના સિક્કઓથી મન તેરસ ઉજવીએ તો ચિંતા નામે સફાળે જાગી ઉઠતી મન ચૌદસની કોઈ વિસાત નથી! આ પર્ દરમ્યન આકાશમાં ઉડતા રોકેટ જેમ આશાઓ અને ઈચ્છ ભરેલા મનને આકાશે ઉડવાનો પૂરો મોકો આપો અને હરખની કોઠી રોજ સળગાવો. હા , જીવન છે તો ઘણી ચાહતો ના લવિંગીયા ટેટા જેમ સુરસુરિયા થાય તો ૯૯૯ બોમ્ જેમ દર્ અને યાતનાઓ ધડાકા પણ થાય. પરંતુ આવા સંજોગોમાં સુખની એક ફૂલઝડી પણ ઝળહળ થાય ત્યરે સૌએ સાથે મળી આનંદિત થઈ જલસા કરી લેવાનું નામ જિંદગી. જીવનની સાચી ખુશી અને સુખની પરિભાષાને દિવાળીનો મહોત્વ સૌને શીખવી જાય છે. (લેખક કવિ અને ગીતકાર તથા કસ્મ્ ખાતામાં (IRS) સેવા આપી રહ્ છે.) પ્રતિભાવઃ
[email protected] હા દિવાળી : આવી અને... ગઈ..!!! સપ્તક સપ્તરંગી એટલે ગુજરા ી ખ્યાતનામ લેખકોથી ઓપ ો સત્તવશીલ અને સંસ્કરી વાચનથાળ રમેશ ચૌહાણ ‘પંચદિવસીય દિવાળી મહોત્વ આનંદ અને ઉલ્લસનો હેવાર છે ો સાથે સાથે આપણા જીવનનો એક સાચો શિક્ષક પણ છે. ધનની રસ હોવી એ સ્વભાવિક લક્ષણ છે, પણ જો સંબંધોના સિક્કઓથી મન ેરસ ઉજવીએ ો ચિં ા નામે સફાળે જાગી ઉઠ ી મન ચૌદસ ની કોઈ વિસા નથી!’