“ના સમય પણ સતત પ્રવાહ જાળવી શકતો, ક્યાં વહી જાય છે એ વેળ જે સ્રણમા છે?” દિવસે ધોધમાર વરસ્ય બાદ જાણે ખાલી થઇ ગયા હોય તેમ વાદળોએ વિશ્રમ લીધો હતો. બે દિવસથી આકાશ કોઇ તરૂણીનાં કાળા કેશકલાપ જેવા વાદળોથી ઘેરાયેલું હતું. સૂરજ જેવા સૂરજને પણ ઢાંકીને વાદળો આકાશમાં પોતાનું સામ્રજ્ જમાવીને બેઠા હતા. આસમાન જાણે મીરાંની કાળી કામળી ઓઢીને ચૂપચાપ બેસી ગયું હતું. જેથી બીજો કોઇ ડાઘ જ ન લાગે. સહદેવ જેવા સમયે મૌન વ્રત લીધું હતું કે શું? વાદળા પાણીથી છલોછલ તો હતા જ. પરંતુ વરસી શક્ત નહોતા. કોઇની પ્રતીક્ષમાં હતા કે શું? આજે અરૂપનો ખાસ મિત્ર અંકુર અને તેની પત્ન વૈશાલી તેમના બે બાળકો સાથે તેમને ઘરે બે દિવસ રહેવા માટે આવ્ય હતા. પાંચ વરસનો પુત્ર પરમ અને ત્રણ વરસની પુત્રી પરિનિ. જોતાં જ ગમી જાય તેવા સ્મા્ અને પરાણે વહાલા લાગે તેવા મીઠા બોલા હતાં. વૈશાલી સાથે ઇતિને પણ ખૂબ ફાવતું. તે અને અરૂપ ઘણીવાર તેમને ત્યા જઇ આવેલ. પરમ અને પરિનિ તો ઇતિને ખૂબ વહાલા હતા. આખો દિવસ તે તેની સાથે રમતી અને રમાડતી રહેતી. પરંતુ હવે બદલાયેલ સંજોગોની વાત અલગ હતી. આજે ઘણાં સમય પછી તેઓ અહીં આવ્ય હતા. આમ તો આગલે દિવસે જ અરૂપે તેમને ફોનમાં બધી વાત કરી દીધી હતી. જેથી તેઓ આવે ત્યરે ઇતિનું વર્ન જોઇ તેમને ખરાબ ન લાગે. ઇતિને લાગેલ આઘાતની વાત સાંભળી અંકુર અને વૈશાલી સ્બ્ થઇ ગયેલ. અરૂપને આશ્વસન આપતાં તેમણે કહ્ય હતું, ‘દોસ્, ચિંતા ન કર. તારો પ્રોબ્લમ અમારો પ્રોબ્લમ છે. આપણે સાથે મળીને કોઇ ઉકેલ શોધીશું. આ વૈશાલીનું માનસશાસત્ર ક્યરે કામ આવવાનું છે? વૈશાલી, this is a challenge for you. U have to prove your degree now.’ વૈશાલીએ હસતાં હસતાં ચેલેન્ સ્વકારી લીધી હતી. આમ અરૂપ થોડો આશ્સ્ હતો. વૈશાલી આવતાની સાથે જ ઇતિને ભેટી પડી. ‘અરે, ઇતિ, તું તો અમને સાવ ભૂલી ગઇ. આવું ન ચાલે હો. પરંતુ કશો વાંધો નહીં. અમે તમને એમ ભૂલવા થોડા દઇએ? હજુ ગયા વરસે જ તેઓ મળ્ય હતા. તેથી પરમને તો આંટી બરાબર યાદ હતા. તે વહાલથી આંટીને વળગી પડ્ય.’ ‘આંટી, મારી ચોકલેટ.’ ઇતિને કશું સમજાયું નહીં. જોકે તેનો હાથ પરમના માથા ઉપર ફરી રહ્. ઓળખાણ પણ પડી હોય તેવું લાગ્યુ. પણ કોઇ શબ્દ મળ્ય નહીં. શું બોલવું તે સમજાયું નહીં. ત્યા તો ભાઇનું જોઇ નાનકડી પરિનિ પણ આંટી પાસે દોડી આવી કે ક્યાક ભાઇ એકલો ચોકલેટ લઇ લેશે તો? ચોકલેટમાં ભાગ પડાવવા માટે કે પછી આંટીના વહાલમાં ભાગ પડાવવા તે પણ ઇતિ પાસે આવી પહોંચી અને સીધી ઇતિને વળગી પડી. પરાણે વહાલી લાગે તેવી આ મીઠડી છોકરીને જોઇ ઇતિની આંખોમાં, સમગ્ર અસ્તત્માં એક ચમક ઉભરાણી. તેના હાથ આપોઆપ લંબાયા. પરિનિ તો જાણે કોઇના હાથ લંબાવાની પ્રતીક્ષમાં જ હતી. ઇતિ પરિનિને તેડી છાતી સરસી ચાંપી વહાલ કરી રહી. આ દ્રશ્ જોઇ રહેલ અરૂપના ચહેરા પર સ્મતની લહેરખી ફરી વળી. અંકુર અને વૈશાલી પણ જોઇ રહ્. વૈશાલી તો જાણે કોઇ ઉપાય મળી ગયો હોય તેમ ખુશખુશાલ. ‘ઇતિ, તારા હાથના બટાકા વડાનો સ્વા હજુ ભૂલાયો નથી હો. ખવડાવીશને?’ ‘ના હો ભાભી, પહેલા તમારા હાથની આદુ, એલચી અને ફુદીનાવાળી સરસ મજાની ચા પીવી છે.’ ‘અરે, પહેલા આ તોફાની બારક્ને તો નીચે ઉતરવા દે’ વૈશાલીએ પરિનિને નીચે ઉતરવા કહ્ય. પણ પરિનિ વધારે વળગી. ચોકલેટ લીધા સિવાય તે કેમ ઉતરે? અને તેને નીચે ઉતારવા ઇતિ પણ ક્યા રાજી હતી? જોકે શું કરવું તે તેને ખબર નહોતી પડતી. પરંતુ તે પરિનિને નીચે ઉતારવા નહોતી માંગતી. તેટલી ખબર તો સૌને પડી હતી. અરૂપે ચોકલેટ લઇ ઇતિના હાથમાં આપી. ‘લે ઇતિ, આ પરમ, પરિનિને આપ.’ ઇતિએ એકાદ ક્ણ અરૂપ સામે જોયું. પછી તેના હાથમાંથી ચોકલેટ લઇ બાળકોને આપી. ‘ભાભી, હવે ચા કે બટાકા વડાનું શું છે? અમે કંઇ તમને છોડવાના નથી હો.’ અંકુરે ફરીથી ઇતિને યાદ દેવડાવ્યુ. શું જવાબ આપે ઇતિ? હજુ તો પ્રશ્ન જ પૂરો ક્યા સમજાયો હતો? વૈશાલી ઇતિનો હાથ ખેચી તેને રસોડામાં ખેચી ગઇ. ‘કેમ છો તારાબેન?’ તારાબહેન ઘણાં સમયથી ઇતિને ત્યા હોવાથી અંકુર, વૈશાલી પણ તેમને ઓળખતા હતા. તારાબેને હસીને જવાબ આપ્ય. ‘મજામાં. તમે લોકો આવ્ય એ બહું સારું કર્ુ. બહેનને સારું લાગશે. ઘરમાં હવે બોલાશ થશે તો બેનને કદાચ બધું યાદ આવી જશે. આમેય બેનને આ છોકરાઓની બહુ માયા છે.’ તારાબેન આ બધાના આવવાથી ખુશ થયા હતા.‘હે માતાજી, સૌ સારા વાના કરજો.’ તારાબેને મનોમન માતાજીને પણ યાદ કરી લીધા. ‘ઇતિ, બટાકા વડામાં મસાલો તો તારે જ કરવો પડશે હો. કેમ ખરુંને તારાબેન?’ તારાબેને હસીને હા પાડી. મારા બેનના હાથના બટાકા વડા ખાધા હોય તે એનો સ્વા ક્યરેય ન ભૂલે. ત્યા અંકુર પણ રસોડામાં અંદર ઘૂસી આવ્ય. ‘કેમ છો તારાબહેન... આજે શું જમાડવાના છો? અને ભાભી, આપણી મસાલાવાળી ચાનું શું છે? કોઇ બહાના નહીં ચાલે. લો ફ્રઝમાંથી આદુ, ફુદીનો હું જ કાઢી આપું. ફ્રઝમાં હશે જ. અરૂપની આદતથી હું ક્યા અજાણ છું?’ અંકુરે ફ્રઝમાં થોડા ખાંખાખોળા કરી, આદુ, ફુદીનો શોધી કાઢ્ય અને દૂધ બહાર કાઢ્યુ. વૈશાલીએ ચા, ખાંડના ડબ્બ ઇતિના હાથમાં પકડાવ્ય. ઇતિ થોડી મૂંઝાઇ ગઇ. છેલ્લ બે મહિનાથી તેણે રસોડામાં પગ જ ક્યા મૂક્ય હતો? તેનાથી અરૂપ સામે જોવાઇ ગયું. આ તેની જૂની આદત હતી. જ્યરે કંઇ સમજ ન પડે ત્યરે અરૂપ સામે તે જોઇ રહેતી અને અરૂપ વગર કહ્ ત્યરે પણ સમજી જતો. તો આજે કેમ ન સમજે? ‘અરે, બંને ભેગા થઇ મારી ઇતિને હેરાન કરો છો? ચાલો, હું જ મદદ કરીશ મારી ઇતિને.’ કહેતાં અરૂપે ગેસ પર ચાનું પાણી ઉકળવા મૂક્યુ. ખાંડ, ચા નાખતાં નાખતાં તેણે ઇતિને પૂછ્ય, ‘ઇતિ, આટલી ખાંડ બરાબર છે ને? ચાલશે ને? માપમાં આપણને ખબર ન પડે.’ ઇતિથી વગર પ્રયત્ન માથુ ધુણાવાઇ ગયું. અરૂપ એકદમ બીઝી હોય તેમ ઇતિને કહે, ‘લે, આ આદુ.. સાણસીથી કચરતાં મને તારી જેમ નહીં ફાવે. એમાં તારી મદદ જોઇશે.’ કહી તેણે આદુનો ટુકડો અને સાણસી ઇતિના હાથમાં પકડાવ્ય. ઇતિથી અનાયાસે સાણસી દબાઇ અને આદુ પીસાઇને ચામાં... ‘ઇતિ, જો જે, ચા ઉભરાય નહીં. ધ્યન તારા અરૂપ સામે નહીં, ચાની તપેલીમાં રાખજે હો.’ અરૂપ સામે જોઇ રહેલી ઇતિના કાનમાં વૈશાલીનો ટહુકો સંભળાયો તો ખરો પણ અર્......? ત્યા ઇતિના હાથમાં અરૂપે ગરણી પકડાવી. ઇતિએ યંત્રવત ચા ગાળી. હવે અરૂપને થયું. આજના દિવસનું બહુ થયું. તારાબહેનને બાકીનું કામ પતાવવાની સૂચના આપી ઇતિનો હાથ પકડી તે બહાર બગીચામાં આવ્ય. તારાબેન પોતાના કામે વળગ્ય. ઇતિ રોજની જેમ હીંચકા પર બેઠી. અંકુર, વૈશાલી પણ ચાના કપ હાથમાં લઇ બહાર આવ્ય. એક કપ ઇતિના હાથમાં પકડાવી વાતોના ગપાટા મારતા બધા ક્યાં સુધી બેસી રહ્. અંકુર, વૈશાલી આમ પણ વાતોડિયા હતા જ. જ્યરે પણ બધા ભેગા થાય ત્યરે મોડી રાત સુધી ગામ ગપાટા ચાલે, હસી મજાકની છોળ ઉડ્ય કરે. જાતજાતના જોકસ ચાલે. ગીતો ગવાય. બધા પોતપોતાના અનુભવોની વાતો કરતાં રહે. ઇતિ પાસે તો હંમેશા ગીત ગવડાવ્ય જ છૂટકો કરે. ગયે વરસે અંકુરને ઘેર બધાએ સાથે મળીને કેવી મજા કરી હતી. તે યાદો તાજી કરતા વૈશાલીએ કહ્ય, ‘ઇતિ ગયે વખતે તે સરસ મજાના ગીતો સંભળાવ્ય હતા. આ વખતે કંઇ છટકી નહીં જવાય હો.’ ‘હા, ભાભી, ચાલો ફરમાઈશ અમારી, ગીતો તમારા. આ વખતે મારું પ્રિય ગીત તો તમારે સંભળાવવું જ પડશે.’ અંકુરે ઉમેર્ુ. ક્યુ ગીત યાદ છે ને? યાદ ન હોય તો ચાલો હું જ યાદ કરાવી આપું. કહી અંકુરે લલકાર્ુ. ‘મેને તેરે લિયે હી સાત રંગ કે સપને ચુને, સપને સૂરીલે સપને..’ ઇતિ બેબસ બની અરૂપ સામે જોઇ રહી. પણ અરૂપનું ધ્યન ઇતિ પોતાની જાતે આજે શું કરે છે તે જોવામાં હતું. પરિનિ અરૂપના ખોળામાં ચડી બેઠી હતી અને કંઇક નખરા કરતી અને કરાવતી હતી. વૈશાલીએ કહ્ય, ‘અંકુર, ઇતિ જેટલું સરસ નહીં પણ થોડું તો ક્યરેક અમે પણ ગુનગુનાવી લઇએ છીએ હો.’ ‘હા, તારા જેવા બાથરૂમ સીંગરનો જોટો ન જડે.’ અંકુરે વૈશાલીની મજાક ઉડાડતા કહ્ય. બાથરૂમમાં તો બાથરૂમમાં ગાઇએ તો છીએ ને? ‘ચાલ, ઇતિ આજે તો હું જ શરૂ કરું. તું સાદ પૂરાવજે હો. આમ પણ મને શબ્દ બહુ યાદ રહેતા નથી.’ ઇતિની મૂંઝવણ પારખી વૈશાલીએ લલકાર્ુ. અરૂપે કહ્ય, ‘ઇતિને બદલે આજે અરૂપ ગાશે.’ ‘અરૂપ તું ગાઇશ?’ અંકુરે આશ્ચર્થી પૂછ્ય, ‘કેમ, હું ગાઇ ન શકું?’ ‘ગાઇ તો જરૂર શકે પણ યાર, સાંભળવાવાળાનો કંઇક તો વિચાર કરવો જોઇએ ને? અમારી થોડી દયા, માયા રાખજે હો.’ ‘બસ.. બસ આપશ્ર જાણે પાછા બહુ સરસ ગાવ છો.’ વૈશાલીએ અરૂપનો પક્ લીધો. ‘અરે, અહીં તો ઘરની વ્યક્ જ વિરોધ પક્માં બેસી ગઇ.’ ‘ઘરના પણ ક્યરેક તો પક્ પલટો કરે હો...’ વૈશાલીએ તો એક પછી એક ગીતોની જાણે રમઝટ બોલાવી. ઇતિના ગમતાં ગીતોની તેને જાણ હતી જ. વૈશાલી ગાતી રહી. ઇતિ ઘડીકમાં વૈશાલી સામે અને ઘડીકમાં દૂર દૂર આકાશમાં ચમકતા તારાઓ જોતી રહી. તેની આંખો એ તારામાં કોઇને શોધતી હતી કે શું? અચાનક અરૂપ અને અંકુરના તાળીઓના ગડગડાટના અવાજે ઇતિ જાણે આ દુનિયામાં પાછી ફરી. ‘વાહ.. આજે તો તમે બંને સરસ જુગલબંદી કરી. વૈશાલી, ઇતિ સાથે તું ગાઇ શકે છે ખરી હો. પણ તારે એકલા ગાવાની હિંમત ક્યરેય કરવી નહીં.’ અચાનક વૈશાલી કહે, ‘ઇતિ, તને યાદ છે? પરિનિ હજુ સાવ નાની હતી. તમે લોકો અમારે ત્યા આવેલ. આપણે સાથે એક પારટીમાં જવાનું હતું. હું પરિનિને ડાયપર પહેરાવતી હતી. ત્યા અચાનક તારું ધ્યન જતાં તે પરિનિને ડાયપર પહેરાવવા નહોતું દીધું.’ ‘ભાભી, જુઓ તો ખરા આને કેટલા રેશીઝ થઇ ગયા છે. આજે એને ડાયપર ન પહેરાવો.’ ‘પણ સુ સુ કરશે તો?’ ‘ભલે કરે. હું તેડીશ બસ..’ ‘પછી તું તેને તેડીને ફરતી રહી અને આપણે બધા જમતા હતા ત્યરે જ આ બદમાશે તારી ભારે સાડી પવિત્ર કરી હતી. યાદ છે? આપણે બધા કેવા ખડખડાટ હસી પડ્ય હતા. યાદ છે આ શેતાનનું પરાક્રમ?’ પરિનિને આગળ કરતાં વૈશાલી બોલી. ઇતિ મૌન રહી. પણ તેના ચહેરા પર એક મંદ સ્મતની લહેરખી ફરકીને ચાલી ગઇ એવો અરૂપને ભ્રમ કેમ થયો? (ક્રમશઃ) (લેખિકા અમેરિકા સ્થત સાહિત્કાર છે.) પ્રતિભાવઃ
[email protected] તે પ્રકરણ ઃ ૨૮ જાન્યુઆરી 9, 2026 (January 3 - January 9, 2026) S20 નીલમ દોશી નવલકથા પરમ, પરિનિનો કલરવ અરૂપનો ખાસ મિત્ર અંકુર અને તેની પત્ન વૈશાલી તેમના બે બાળકો સાથે તેમને ઘરે બે દિવસ રહેવા માટે આવ્ય હતા. પાંચ વરસનો પત્ર પરમ અને ત્રણ વરસની પ પરિનિ. જોતાં જ ગમી જાય તેવા સ્મા્ અને પરાણે વહાલા લાગે તેવા મીઠા બોલા હતાં. વૈશાલી સાથે ઇતિને પણ ખૂબ ફાવતં. તે અને અરૂપ ઘણીવાર તેમને ત્યા જઇ આવેલ. પરમ અને પરિનિ તો ઇતિને ખૂબ વહાલા હતા. આખો દિવસ તે તેની સાથે રમતી અને રમાડતી રહેતી. પરંત હવે બદલાયેલ સંજોગોની વાત અલગ હતી.