Gujarat Times
Magazine Section Gujarat Times July 10, 2026 સપ્તક સપ્તરંગી એટલે ગુજરા ી ખ્યાતનામ લેખકોથી ઓપ ો સત્તવશીલ અને સંસ્કરી વાચનથાળ દીભાઈને સીદકાં વ્હલાં એમ જ, લેખકને પોતાની જનમ ભોમકા વ્હલી હોય છે. ‘અલગારી રખડપટ્ટ’ નામની પ્રવાસકથા રસિક ઝવેરીએ લખી છે. લેખક સાઇઠના દાયકામાં યુરોપના પ્રવાસે જાય છે. એકાકીપણુ અનુભવે છે. અદભુત પ્રસંગો આલેખે છે. પોતે સૌરાષ્ટ્રના હતા અને યુરોપમાં એક જગ્યએ કાઠિયાવાડી પોશાકમાં એમના વતનનો એક માણસ મળી જાય છે. લેખક અવર્નીય આનંદ અનુભવે છે. લેખકને મળ્ય પછી એના મુખમાંથી શબ્દ ઝરે છે. ‘ખરેખર જલમ ભોમકા ઇ જલમ ભોમકા...!’ આમ તો માણસમાત્રને પોતાના બાપદાદાના ગામ કે પોતાનું જન્સ્ળ સહજ ગમતું હોય છે. એને નાભિનાળનો સંબંધ કહેવાય. આપણી ભાષાના અનોખા કવિ એટલે ઉશનસ્. એમણે એમના શૈશવની સમૃતિઓની કથા લખી છે ‘સદમાતાનો ખાંચો’. એ નામ એમના સાવલી ગામમાં આવેલા ઘરનું છે. એ પુસ્ક લાગણીસભર પદાવલિઓનો સંપુટ છે. ‘કોલક’ નામના ગુજરાતી નવલકથાકાર હતા. કોલક એ વલસાડ પાસે આવેલું એમનું ગામ હતું. પોતાના ગામને ઉપનામ તરીકે રાખનાર આ લેખક આપણી ભાષામાં એકમેવ હશે! પોતાના નામની પાછળ અટક તરીકે ગામ કે નગરનાં નામ રાખનારા અનેક કવિ લેખકો આપણી ભાષામાં છે. એ મુળ ઉર્દૂ સર્કોની પરંપરા છે. આપણે ત્યા પાલનપુરી શાયરોની ભવ્ પરંપરા છે. અમારૂ રાધનપુર પણ પાલનપુર જેવી જ સંસ્કૃતિ ધરાવે છે પણ કોઈ રાધનપુરી સર્ક હજુ સુધી ચમકયો નથી.! એ પ્રદેશ વઢિયાર કહેવાય છે. ‘લ્ય પરો, જયો પરો’ કે ‘આવો રા...’ જેવી આત્મય બોલી ધરાવતા એ મલકમાં હવે નવી પેઢીમાં વઢિયારી ઉપનામધારી સર્કોનો ઉદય થઈ રહ્ય છે.! મારું ગામ કામલપુર પણ વઢિયારનો હિસ્સ છે. આપણે ત્યા ઘણાં નગર કે ગામ એના સર્કો થકી જાણીતાં છે. પન્નલાલ પટેલનું ગામ માંડલી મેઘરજ પાસે રાજસ્થનની સીમમાં સીમલવાડા પ્રદેશમાં છે. લેખકે ત્યા ખેતરમાં માળા ઉપર બેસી ‘માનવીની ભવાઇ’ જેવી યુગ પ્રવર્ક નવલકથા લખી હતી, એ ખેતરમાં એકાદ કલાક રખડપટ્ટ મે કરેલી છે. ઇડર પાસે ઉમાશંકર જોશીનું ગામ બામણા આવેલું છે. લાભશંકર ઠાકર લા.ઠા.નું પાટડીનું ઘર પણ મને ભાવુક કરી ગયેલું. રઘુવીર ચૌધરીનું ગામ બાપુપુરા માણસા તાલુકાના મામલતદાર તરીકે જોયેલું! ચંદ્રકાંત બક્ષ પાલનપુરના. એમના ગુર ‘શૂન્’ પાલનપુરીએ પણ પાલનપુરનું નામ રોશન કર્ુ છે. ઝવેરચંદ મેઘાણી પોતાને ‘પ્હડનું બાળક’ ગણે છે એ એમની જન્ભૂમિ એટલે ચોટીલા. જલારામ બાપાનું વિરપુર એ વાર્તાકાર ‘ધૂમકેતુ’નું વતન છે. રજનીકુમાર પંડયા બાજુમાં જ આવેલા જેતપુર ગામના વતની છે. એમનાં આત્કથનાત્ક લખાણોમાં એમનો વતનઝૂરાપો વારંવાર ડોકાય છે. લેખક કે કવિ ઝંખે છે પોતાના શૈશવને અને શબ્દમાં એને ભીંજવે છે. મણિલાલ હ. પટેલ લુણાવાડા અને એમના ગામ પાલ્લને એમના નિબંધોમાં ભાવુક બની આલેખે છે. કાનજી પટેલનું ગામ ઉકરડી અને બાબુ સુથારનું ગામ ભરોડી એ પણ મહીસાગરના મોતી જેવાં છે. ડા�. પ્રવિણ દરજી લુણાવાડાને જ પોતાનું વતન માની એને બેહદ ચાહે છે. ‘વનાંચલ’ના લેખક જયંત પાઠકનું ગામ ગોઠ ઘોંઘંબા તાલુકામાં આવેલું રમણીય સ્ળ છે. મને લેખકોનાં ગામ જોવાં ગમે છે. ‘કલાપી’ની સમાધી જોવા લાઠી ગયેલો ત્યરે વાર્તાકાર કિરીટ દૂધાતનું ગામ કણકોટ નજીકથી જોયેલું. એ રીતે જ કપડવંજમાંથી નીકળતાં કવિ રાજેનદ્ર શાહ યાદ આવી ગયેલા. ભાવક તરીકે એક વસવસો એટલો જ છે કે જે તે ગામમાં એ સર્કોને જાણવાવાળા બહુ ઓછા મળતા હોય છે. પોતાના વતન માટે દ્રવી ઉઠતા સર્ક માટે આ પણ એક કઠોર વાસ્વ હોય છે. થોડી બીજી વાત..., ચીલે ચાલનારા અનેક મળશે. જગતમાં ચીલો ચાતરનારાઓનાં ગુણગાન ગવાય છે. કહેવાય છે કે સોબત એવી અસર. અન્ એવા ઓડકાર. માણસ જેવું વિચારે એવું જ એને મળે આપણી જિંદગીમાં આસપાસનું વાતાવરણ બહુ મહત્નોભાગ ભજવે છે. જેવી ભૂમિ હોય એવા જ છોડઉગતા રહે છે. એટલે જ કહેવાયુ છે કે જેવું વિચારશોએવું જ મળશે. એક સરસ મજાનું ઉદાહરણ હમણાં વાંચવામાં આવેલું. એક ખેડુતને ક્યાકથી એક મોટુ ઇંડુ મળ્ય. ખેડુતને ખબર નહોતી કે ઇંડુ કયા પક્ષ કે પ્રાણીનું છે, એટલે એ ઇંડાને પોતાની ઘરે લાવ્ય અને ઘરમાં પાળેલી મરઘીઓના ઇંડાની સાથે જ એ ઇંડુ પણ રાખી દીધુ. સમય જતાં ઇંડામાંથી બચ્ચ બહાર આવ્યુ ત્યરે ખબર પડી કે એ ઇંડુ ગરુડનું હતું. ગરુડનું એ બચ્ચ મરઘાઓ સાથે રહીને મોટુ થવા લાગ્યુ. એને મરઘાઓ સાથે સારી ભાઈબંધી થઈ ગઈ. મરઘાની જેમ જ બોલે, મરઘાની જેમ જ ચાલે, મરઘાની જેમ જ જમે. હવે તો આ બચ્ચ મોટું થઈ ગયું હતું, પરંતુ મરઘાઓ સાથે રહેવાને કારણે એ બહુ ઉડી શકતું ન હતું. એક દિવસ ગરુડનું આ બચ્ચ મરઘાઓ સાથે મેદાનમાં રમી રહ્યુ હતું. આકાશ એકદમ સ્ચ્ હતું. ગરુડના આ બચ્નું ધ્યન આકાશ તરફ ગયું તો ખુબ ઉંચે ઉંચે એક ગરુડ ઉડી રહ્યુ હતું. બચ્ એને જોઈ જ રહ્યુ. બાજુમાં ઉભેલા મરઘાને કહ્ય, “કાશ હું પણ ગરુડ હોત તો ઉંચાઇ પર ઉડવાનો આનંદ લઇ શકત. બધાથી ઉપર ઉડવાની અને ત્યાથી આ દુનિયાને જોવાની કેવી મજા આવે!” મરઘાએ ગરુડના આ બચ્ને કહ્ય, “અરે દોસ્, ખોટા સપના જોવાના રહેવા દે. એ ગરુડ છે એટલે એ આટલી ઉંચાઇ પર ઉડી શકે, આપણુ કામ નહી. આપણે તો બસ જો આટલુ કાફી છે.” આમ બોલતાં બોલતાં મરઘો સહેજ ઉડ્ય અને જમીન પર પડ્ય. દરેક ક્ષત્રમાં આગળ વધેલા મહાનુભાવોની જેમ આપણે પણ માણસો જ છીએ. જો એ આગળ વધી શકે તો આપણે પણ વધી જ શકીએ પણ આપણી આસપાસ ભેગા થયેલા નબળા વિચારો કરનારા મરઘાઓ આપણને ઉંચી ઉડાનના સ્પ્ જોવા જ નથી દેતા. આપણે ખુદ ગરુડ છીએ એ વાત મરઘાઓની ટોળીમાં રહેવાથી ભુલી જવાય છે. જિંદગીમાં હંમેશા હકારાત્કતાથી વિચારવું જરરી છે. પોતે શું છીએ એનો અંદાજ આપણને હોવો જોઈએ. માણસમાં જો ખુમારી હોય તો એ ગમે તેવા સંકલ્પને સિદ્ધ કરી શકે છે. આપણી આસપાસ નકારાત્ક વિચારો ધરાવતા અનેક લોકો હોય છે. એમનાથી બચવું જરરી છે. માણસને જો પોતાની અંદરની અસલી તાકાતનો પરિચય થઈ જાય તો જ એ કશુંક પુરવાર કરી શકતો હોય છે. (લેખક પૂર્ સનદી અધિકારી તથા સાહિત્યપ્રમી છે.) પ્રતિભાવઃ
[email protected] સી આપણે ત્યાં ઘણ નગર કે ગામ એના સર્કો થકી જાણીત છે રમેશ ઠક્કર
Made with FlippingBook
RkJQdWJsaXNoZXIy NjI0NDE=